મહીસાગર જિલ્લામાં જળબંબાકાર લુણાવાડામાં અનરાધાર સાડા ત્રણ,વિરપુરમાં પોણા ત્રણ ઇંચ,નિચાણવાળા વિસ્તારો બેટમો ફેરવાયા.
સિંધુ ઉદય
મહીસાગર જિલ્લામાં જળબંબાકાર લુણાવાડામાં અનરાધાર સાડા ત્રણ , વિરપુરમાં પોણા ત્રણ ઇંચ , નિચાણવાળા વિસ્તારો બેટમો ફેરવાયા,મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ધોધમાર સાડા ત્રણ ઈંચ વરસાદ વરસતા શહેરમાં અનેક નિચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી વહ્યા હતા, જ્યારે જિલ્લાના વિરપુરમાં પોણા ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તેજ રીતે મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે,ગત મધ્યરાત્રિથી ધીમી ધાર શરૂ થયેલા વરસાદે વેહલી સવારે જોર પકડ્યું હતું,અને સોબેલાધાર વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ લુણાવાડામાં વહેલી સવારથી અત્યારે સુધી સાડા ત્રણ ઈંચ વરસાદ વરસતા રસ્તોઓ પરથી જાણે નંદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે વિરપુરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ થી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, લુણાવાડાના માંડવી બજાર હાટડીયા બજાર હુસેનચોક વિસ્તાર વરધરી રોડજયશ્રી નગર સોસાયટી લુણાવાડા ગોધરા હાઇવે માર્ગ સહિત અનેક જે નિચાણવાળા વિસ્તારો છે, તેમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે પસાર થતા રાહદારીઓ વાહન ચાલકો ને ભારે હાલાકી સામનો કરવો પડ્યો હતો,આજે સપ્તાહના પ્રથમ દિવસે ત્યારે ચાલુ દિવસે નોકરીયાત વર્ગ તેમજ શાળા જતાં બાળકો વરસાદમાં અટવાયા હતા,સંતરામપુરમાં સવા એક ઈંચ વરસાદ નોંધાયો છે.