સૈનિક સ્કૂલ ફાળવવા બાબતે ગરબાડા આદિવાસી સમાજના આગેવાનો તેમજ ગામ લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર.
વનરાજ ભુરીયા ગરબાડા
સૈનિક સ્કૂલ ફાળવવા બાબતે ગરબાડા આદિવાસી સમાજના આગેવાનો તેમજ ગામ લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર
દાહોદ જિલ્લામાં સૈનિક સ્કૂલ ફાળવવા માટે પ્રધાનમંત્રી ને રજૂઆત
ભૂતકાળમાં પણ વિવિધ કક્ષાએ આ બાબતની રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પરિણામ શૂન્ય
આદિવાસી બાબૂલ્ય ધરાવતા દાહોદ જિલ્લાની સૈનિક સ્કૂલની માંગણી યથાવત
સરકાર દ્વારા જ્યારથી બજેટમાં 600 જેટલી સૈનિક શાળાની મંજૂરી મળેલી છે ત્યારથી આદિવાસી બાહુંલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં સૈનિક શાળા ફાળવવા માટે ભૂતકાળમાં વિવિધ કક્ષાએ અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે દાહોદના સાંસદ દ્વારા પણ આ અંગે કેન્દ્રીય રક્ષા મંત્રીને પણ લેખિત રજૂઆત કરેલ છે તે સિવાય દાહોદ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા પણ આ માટે માંગણી કરેલ છે ત્યારે હાલમાં ગુજરાતના મહેસાણા જિલ્લામાં 72 કરોડના ખર્ચે 11 એકર જમીનમાં સૈનિક શાળાનું કાર્ય હાલમાં શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના લોકોની માંગણી સંતોષાય અને દાહોદ જિલ્લામાં પણ વહેલી તકે એક સૈનિક શાળાની ફાળવણી કરવામાં આવે તે માટે હાલમાં ગરબાડાના અનિલભાઈ સોની દ્વારા વડાપ્રધાન કેન્દ્રીય મંત્રી ગૃહ વિભાગ રક્ષા મંત્રાલય વિત્ત મંત્રાલય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી ગુજરાત રાજ્ય સહિત દાહોદ સાંસદ ને આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા માટે લેખિત રજૂઆત કરી છે ત્યારે ગતરોજ આદિવાસી સમાજ ના આગેવાનો તેમજ ગામ લોકો દ્વારા મામલતદાર કચેરી ગરબાડા ખાતે મામલતદારને આવેદનપત્ર આપીને ગરબાડામાં સૈનિક સ્કૂલ ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી.