સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે ઓચિંતો છાપો મારી રૂા. ૫૧૦૦૦ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડયુ.
રમેશ પટેલ / સંજય પટેલ
દાહોદ.તા.૧૧
દાહોદ જિલ્લાના લીમખેડાના પાલ્લી ગામે ઝવેરી પેપર મીલ ફળિયામાં બે બુટલેગર બંધુઓના મકાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે ઓચિંતો છાપો મારી રૂા. ૫૧૦૦૦ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે.
લીમખેડા તાલુકાના પાલ્લી ગામે ઝવેરી પેપરમીલ ફળિયામાં રહેતા રાજુભાઈ મૂળાભાઈ વણકર તથા દિનેશભાઈ મૂળાભાઈ વણકર એમ બંને બુટલેગર બંધુઓના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ-બીયરનું વેચાણ કરતા હોઈ તે મકાનમાં દારૂબીયરનો જથ્થો હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમને બાતમી મળી હતી જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે બાતમીમાં દર્શાવેલ જગ્યાએ બંને બુટલેગર બંધુઓના મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂા. ૫૧,૨૦૦ની કિંમતની વિદશી દારૂ-બીયરના કુલ નંગ૪૮૮ પકડી પાડ્યો હતો. પોલિસની રેડ વખતે બંને બુટલેગર બંધુઓ ઘરે હાજર ન હોવાથી પોલિસ તે બંનેને પકડી શકી હતી. આ સંબંધે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમના હેડ કોન્સ્ટેબલ જનકસિંહ આગરસિંહે લીમખેડા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે લીમકેડાના પાલ્લી ઝવેરી પેપરમીલ ફળિયાના રાજુભાઈ મૂળાભાઈ વણકર તથા દિનેશભાઈ મૂળાભાઈ વણકર એમ બંને બુટલેગર બંધુઓ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.