પ્રોહી ડ્રાઇવ દરમ્યાન રૂા. ૧,૧૧,૩૫૨ના પ્રોહી જથ્થા સાથે ત્રણ બનાવમાં બે ઈસમો ને ઝડપી પાડતી દાહોદ એલ.સી.બી પોલીસ.
નીલ ડોડીયાર દાહોદ
દાહોદ તા.૧૨
દાહોદ એલ.સી.બી. પોલીસ દ્વારા દાહોદ જિલ્લામાં પ્રોહી ડ્રાઈવ દરમ્યાન ધાનપુર, દેવગઢ બારીઆના સાગટાળા અને ઝાલોદ તાલુકાના લીમડી વિસ્તાર ખાતેથી કુલ રૂા. ૧,૧૧,૩૫૨ના પ્રોહી જથ્થા સાથે ત્રણ બનાવમાં બે ઈસમોને ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળે છે
.દાહોદ જિલ્લામાં જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓ, વોન્ટેડ આરોપીઓ, પ્રોહીબીશનના આરોપી સહિત વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા, અસામાજીક તત્વોને ઝડપી પાડવા, જુગાર ધારાની કલમ મુજબ કાર્યવાહી કરવા વિગેરે ગુન્હાઓ સબબ આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે એકજ દિવસમાં દાહોદ જિલ્લાના કુલ ૦૩ ઠેકાણાઓ ઉપરથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે જેમાં ધાનપુર તાલુકાના આગાસવાણી ગામે રહેતો પ્રકાશભાઈ સુક્રમભાઈ તડવી પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની બાતમી મળતાં પોલીસે તેના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ કરી પોલીસે રૂા. ૨૬,૯૧૨ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત ઈસમને ઝડપી પાડ્યો હતો તેવીજ રીતે દેવગઢ બારીઆ તાલુકાના ડભવા ગામે માતાજી ફળિયા ખાતે રહેતાં રમેશભાઈ ચકુભાઈ બારીયાના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂા. ૪૭,૭૦૦ના વિદેશી દારૂના જથ્થા સાથે ઉપરોક્ત ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યારે બીજી તરફ ઝાલોદ તાલુકાના દેપાડા ગામે પરમાર ફળિયામાં રહેતો જીગરભાઈ તેજીયાભાઈ પરમારના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતો છાપો મારી જીગરભાઈને ઝડપી પાડી તેના મકાનમાંથી રૂા. ૩૬,૭૪૦ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત ઈસમને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. આમ, દાહોદ એલ.સી.બી. પોલીસે એકજ દિવસમાં ત્રણ અલગ અલગ સ્થળે પ્રોહી રેડ પાડી કુલ રૂા. ૧,૧૧,૩૫૨નો પ્રોહી જથ્થો ઝડપી પાડ્યો હતો.—————————-