આઇસીડીએસ વિભાગમાં ઝાલોદ ઘટક-૧ માં ફરજ બજાવતા કાર્યકર અને તેડાગર બહેનોની આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકાના આઇસીડીએસ વિભાગમાં ઝાલોદ ઘટક-૧ માં નગરપાલીકા વિસ્તારમાં ફરજ બજાવતા કાર્યકર અને તેડાગર બહેનોની આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો.

માંન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં દર શુક્રવારે નિરામય દિવસની ઉજવણી કરવાની થાય છે. આ કાર્યક્રમ હેઠળ બિનચેપી રોગોની અટકાયત અને નિયત્રન માટે સ્ક્રીનિંગ હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે. આજરોજ તારીખ ૧૨/૦૭/૨૦૨૩ ના રોજ અર્બન હેલ્થ સેન્ટર ઝાલોદ ખાતે તાલુકાના આંગણવાડી કેન્દ્રના કાર્યકર અને તેડાગર બહનોની આરોગ્ય તપાસ કરવામાં આવેલ છે. જેમાં બ્લડપ્રેસાર, બ્લડગ્લુકોઝ, સ્તન કેન્સર તપાસ, મોઢાના કેન્સર વગેરે ચેક અપ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ કેમ્પમાં જિલ્લા કક્ષાએથી જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, પ્રોગ્રામ ઓફિસર દાહોદ ઈરાબેન ચૌહાણ, સ્થાનિક કક્ષાએથી મેડીકલ ઓફિસરશ્રી કિંજલબેન કોળી, ઇનચાર્જ સીડીપીઓશ્રી હિરલબેન પટેલ, મુખ્ય સેવિકાબેન સરીતાબેન વગોણા અને કાર્યકરો અને તેડાગર બહનો હાજર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: