દાહોદ ખાતે એક દિવસીય કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડન વિશે તાલીમ યોજાઈ.
દાહોદ ખાતે એક દિવસીય કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડન વિશે તાલીમ યોજાઈ.
દાહોદ
. નાયબ બાગાયત કચેરી દાહોદ અને જે એન્ડ આર. કોલેજ ઓફ એજયુકેશન. દાહોદના સંયુકત ઉપક્રમે દાહોદ ખાતે એક દિવસીય અર્બન હોર્ટિકલ્ચર અંતર્ગત કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડન અંગેની તાલીમ યોજાઈ હતી. નાયબ બાગાયત અધિકારી શ્રી એચ.બી.પારેખે કિચન ગાર્ડનમાં રોગ અને જીવાત અંતર્ગત જીવાતનું વયવસ્થાપન તેમજ કિચન ગાર્ડનમાં ઋતુ અનુસાર ઉનાળો, શિયાળો, અને ચોમાસાની સીઝનમાં ક્યાં ક્યાં પાકો ઉછેરી શકાય તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી, ઉપરાંત નેટ હાઉસ, ડ્રીપ ઈરીગેશન જેવી હાઈટેક ટેકનોલોજી દ્વારા કિચન ગાર્ડન તેમજ ટેરેસમાં કેવી રીતે શાકભાજીનું ઉછેર કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાગાયત અધિકારીઓ દ્વારા પોતાના ઘર આંગણે રહેલ જગ્યા તેમજ ધાબા ઉપર કે ગેલેરી અને પાર્કિંગ જેવી વધરાની જગ્યાઓમાં ટેરેસ ગાર્ડન તથા ઘર આંગણે શાકભાજી કેવી રીતે ઉછેરી શકાય તેમજ વિવિધ સોઇલ મિડિયા, ખાતરના વ્યવસ્થાપન જેવા વિષયો ઉપર સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. આ તાલીમમાં અનાજ મહાજન સાર્વજનિક એજયુકેશન સોસાયટીના સેલ્ફ ફાઇનાન્સ હાયર એજ્યુકેશન વિભાગના ડાયરેકટર શ્રી ચંન્દ્રેશ ભાઈ ભુતા, કોલેજના આચાર્ય શ્રી નર્મદા બેન પટેલ, અધ્યાપકો હાજર રહી તાલીમાર્થીઓ માટે વિવિધ વ્યવસ્થાઓ પૂરી પાડી હતી. ઉપરાંત કિચન ગાર્ડન માટે જરૂરી સાધન સામગ્રી જેમાં કે કોકોપીટ દિવેલી ખોળ છાણીયું ખાતર, લાલ માટી અળસીયાનું ખાતર જેવા સોઇલ મિડિયા અને જેવીક ખાતરો તેમજ વિવિધ શાકભાજી પાકોના બિયારણો છોડ ઉછેરવા માટે ગ્રોઈંગ બેગ ધરૂ ઉછેરવા માટે પ્લગ ટ્રે અને શાકભાજીના ધરું જેવા કે મરચી,ટામેટી કોબીજ. ફૂલેવેર અને રીંગણ ના ધરું નું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું જેમાં ૮૦ જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહી તાલીમ મેળવી હતી.૦૦૦