લીમડી માં “અમૃતપેય” ઉકાળા અને આર્સેનિક આલ્બ 30 નું વિતરણ
ગમન સોની/ધ્રુવ ગોસ્વામી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક શ્રી આયુષ કચેરી -ગાંધીનગરની પ્રેરણાથી તેમજ જિલ્લા આયુર્વેદ અધીકારિશ્રી, દાહોદ ના માર્ગદર્શન હેઠળ સરકારી મુક્તિ રંજન આયુર્વેદિક હોસ્પિટલ લીમડી, તથા પ્રકૃતિ મિત્ર મંડળ, લીમડી ના સોજન્ય થી તારિખ:- 19/3/2020 ના રોજ બેંક ઓફ બરોડા નીચે, સુભાષ ચોક લીમડી, માં ઋતુજન્ય રોગો થી રક્ષણ માટે “અમૃતપેય” ઉકાળા નો લાભ 700 જેટલાતેમજ હોમીઓપેથીક આર્સેનિક આલ્બ 30 નું 300 જેટલા લોકોએ લાભ લીધો.કોરોના વાઇરસ અને ઋતુજન્ય રોગોના રક્ષણ માટે ડૉ આર.આર.પટેલ, ડૉ.પી.યું નાયક,ડૉ.એસ.બી.નિનામા દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ.
#dahod sindhuuday