દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા શિક્ષક ને ત્રણ માસની સજા.
સંજય જયેશવાલ સંતરામપુર
દારૂ પીધેલી હાલતમાં પકડાયેલાશિક્ષક ને ત્રણ માસની સજા,મહીસાગર જિલ્લાના મંથક લુણાવાડામાં ચાર વર્ષ અગાઉ દારૂપીધેલી હાલતમાં જાહેરમાં, લથડીયા ખાતો ઝડપાયેલા શિક્ષકને એડીશન મેજીસ્ટ્રેટે ત્રણ માસની સજા ફટકારી હતી,આ સજા વિરુદ્ધ શિક્ષકે ડિસ્ટિકેટ કોર્ટમાં અપીલ કરી હતી,જેને જિલ્લા ન્યાયાધીશ શિક્ષક ના વૅતન અનેસમાજમાં તેની ભૂમિકા અંગે વિશેષ નોંધ સાથે ત્રણ માસ કૈદનોચુકાદો ન્યાય અને યોગ્ય ઠરાવી યથાવત રાખ્યો હતો, લુણાવાડામાંચાર વર્ષ અગાઉ લુણેશ્વર મંદિર પાસે દારૂ પીધેલી હાલતમાં જાહેરમાં લથડીયા ખાતો અને બકવાટ કરતા એક શખ્સ ઝડપાયો હતો , પોલીસે તેની તપાસ કરતા તેણે પોતાના નામ તોતડાતી જીભે પટેલ પંકજભાઇહિરાલાલ રહે, બિલેશ્વર સોસાયટી લુણાવાડા જણાવ્યું હતું, આ ઈસમ પી,ડી,માયાવંશીવિધાલય પાંડવા તા બાલાસિનોર ખાતે ધો -9 થી 12મ અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે છેલ્લા પંદર વર્ષથી નોકરી કરે છે,આ અંગેનો કેસ એડીશનલ મેજિસ્ટ્રેટની કોટૅમા ચાલી જતાં પુરાવા ને આધારે આરોપીને ત્રણ માસ કૈદની સજા ફટકારી હતી,આ સજા વિરુદ્ધ આરોપીએ મહીસાગર સેશન્ય કોટૅ મા અપીલકરી હતી, આ અપીલની સુનાવણીમાં સરકાર તરફે સરકારીવકીલ એસ આર ડોમોર કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અપીલ અરજી ને ફગાવી એડીશનલ મેજિસ્ટ્રેટે આપેલી ચુકાદોને યથાવત રાખ્યો હતો,



