૦૭ ગુન્હાઓમાં નાસતા ફરતાં મધ્યપ્રદેશના ઈસમને ઝડપી પાડતી એલ.સી.બી.પોલીસ.
નીલ ડોડીયાર
દાહોદ તા.૧૪
દાહોદ એલ.સી.બી. પોલીસે ડ્રાઈવ દરમ્યાન છેલ્લા તેર વર્ષથી જિલ્લાના ઝાલોદ, સુખસર, રણધીકપુર તેમજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તેમજ પંચમહાલ જિલ્લાના પાવાગઢ વિસ્તારમાં લુંટ, ધાડ તેમજ ધાડ સાથે આમર્સ એક્ટના મળી કુલ ૦૭ ગુન્હાઓમાં નાસતા ફરતાં મધ્યપ્રદેશના ઈસમને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસતા ફરતાં આરોપીઓ, વોન્ટેડ આરોપીઓને પકડવા, વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વોને પકડવા, જુગારના અડ્ડા પર રેડ પાડી ઈસમોને ઝડપી પાડવા, અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવા વિગેરે જેવા ગુન્હાઓમાં સંડોવાયેલ ઈસમોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લાના પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ એલ.સી.બી. પોલીસે ડ્રાઈવ દરમ્યાન છેલ્લા તેર વર્ષથી જિલ્લાના ઝાલોદ, સુખસર, રણધીકપુર તેમજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તેમજ પંચમહાલ જિલ્લાના પાવાગઢ વિસ્તારમાં લુંટ, ધાડ તેમજ ધાડ સાથે આમર્સ એક્ટના મળી કુલ ૦૭ ગુન્હાઓમાં નાસતો ફરતો આરોપી રાકેશભાઈ ગળીયાભાઈ ઉર્ફે ગલીયાભાઈ ચારેલ (રહે. ઝાયણી, બેડાવાવ ફળિયું, તા.થાંદલા, જિ. ઝાબુઆ, મધ્યપ્રદેશ) ને દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા ચોકડી ખાતેથી ઝડપી પાડ્યો હતો. ઉપરોક્ત ઝડપાયેલ ઈસમ સામે દાહોદ, મહીસાગર, પંચમહાલ જિલ્લાના પોલીસ મથકોએ ગુનાઓ નોંધાંયેલા છે. પોલીસે ઉપરોક્ત ઈસમને ઝડપી પાડી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.