સંજેલીના ઇટાડી, ભામણ ગસલી સહિતના મુખ્યમાર્ગ પરનો રસ્તો તોડી પડાયો: વાહન ચાલકોને હાલાકી..
નીલ ડોડીયાર
સંજેલીના ઇટાડી, ભામણ ,ગસલી સહિતના મુખ્યમાર્ગ પરનો રસ્તો તોડી પડાયો: વાહન ચાલકોને હાલાકી..
તંત્ર દ્વારા આવા કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલા લેવામાં આવેસંજેલી તા.૧૩સંજેલી તાલુકાના ઝાલોદ તરફ જવાના મુખ્ય માર્ગ પર તળાવ રિચાર્જ માટે મુખ્ય માર્ગ તોડી અને પાઇપ લાઇન પસાર કર્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા મુખ્ય માર્ગ રીપેરીંગ ન કરાતા ઢીંચણ સમા ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો તેમજ અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. માર્ગ વહેલી તકે રીપેરીંગ કરવા માંગ ઉઠવા પામી સંજેલી તાલુકામાંથી સિંગવડ લીમખેડા તરફ અને સંજેલી તાલુકાના આવેલા તળાવમાં સિંચાઇ યોજના કેઠળ પાણી આપવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભામણ કુંડા ઇટાડી રંગલી ઘાટ્ટી ગસલી કૌચર સહિત માર્ગને તોડી પાડી અને પાઇપ લાઇન પસાર કરવામાં આવી હતી. જે બાદની બેદરકારી અને તંત્રની રહેમ નજર છેઠળ આજ દિન સુધી રસ્તાની મુખ્ય માર્ગને રીપેર કરવામાં આવ્યો નથી. જેના કારણે માર્ગ પર ઢંચણ સમા ખાડા પડી જતા વાહનને ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.તેમજ કોઈ પામી છે.મોટી જાનહાનિકે અકસ્માત સર્જાય તેવી ભીતી પણ સેવાઈ રહી છે. આવા લેભાગુ કોન્ટ્રાક્ટર દ્વારા મુખ્ય માર્ગ તોડી પાડ્યા બાદ કામગીરી ન કરાતા તંત્ર દ્વારા આવા કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલા લેવામાં આવે તેમજ તાત્કાલિક આ રસ્તાની રીપેરીંગ કરવામાં આવે તેવી લોકોની ઉઠવા પામી છે.