દાહોદ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં પૂર્ણ.
નીલ ડોડીયાર દાહોદ
દાહોદ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં પૂર્ણ..10 જુદી જુદી બિલ્ડીંગોમાં 2500 થી વધારે પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી…
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લામાં આજરોજ યોજાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની એક વિષયની પૂરક પરીક્ષાઓ જેમાં દાહોદ જિલ્લાના જુદા જુદા સેન્ટરો ઉપર અડી હજાર કરતાં વધુ પરીક્ષાાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતીદાહોદ જિલ્લામાં આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 ના નિરાશા જનક પરિણામ આવ્યા છે એમાં ગુજરાતમાં સૌથી છેલ્લે દાહોદ નો નંબર આવ્યો છે એના પગલે કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ પણ થયા છે તો ગત વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાઓ આજરોજ યોજવામાં આવી હતી અને વહીવટી તંત્ર દ્વારા સામાન્ય પ્રવાહની આ પૂરક પરીક્ષાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ સંપન્ન થાય તે માટે 10 જેટલી બિલ્ડીંગો ઉપર આ પરીક્ષાઓ યોજવામાં આવી હતી જેમાં ગુજરાતી વિષયમાં 147 વિદ્યાર્થીઓ, અંગ્રેજી વિષયમાં 819 વિદ્યાર્થીઓ, હિન્દીમાં 15 વિદ્યાર્થીઓ, અર્થશાસ્ત્રમાં 226 વિદ્યાર્થીઓ, રાજ્યશાસ્ત્રમાં 4 વિદ્યાર્થીઓ, ઇતિહાસમાં 43 વિદ્યાર્થીઓ, વાણિજ્ય વ્યવસ્થામાં 2 વિદ્યાર્થીઓ, સામાજિક વિજ્ઞાન વિષયમાં 2 વિદ્યાર્થીઓ, આંકડાશાસ્ત્રમાં નવી કૃષિ વિદ્યામાં 1 વિધાર્થી, સંસ્કૃતમાં 158 વિધાર્થીઓ, તત્વજ્ઞાનમાં 713 વિધાર્થીઓ, ચિત્રકામમાં 2 વિધાર્થીઓ, સમાજશાસ્ત્રમાં 63 વિધાર્થીઓ, મનોવિજ્ઞાનમાં 103 વિધાર્થીઓ, ભૂગોળમાં 177 વિધાર્થીઓ, નામાના મૂળતત્વોમાં 13 વિદ્યાર્થીઓ, કોમ્પ્યુટરમાં 4 વિદ્યાર્થીઓ, એસપીમાં 2 મળી કુલ 2,519 વિદ્યાર્થીઓએ આજે એક વિષયની પૂરક પરીક્ષાઓ આપી હતી અને આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં તારીખ 13 મી જુલાઈના રોજ દાહોદ શહેરની દસ બિલ્ડીંગો ઉપર પોલીસના પૂરતા બંદોબસ્ત સાથે સંપન્ન થવા પામી હતી..