દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના વણઝારીયા ગામ.
રમેશ પટેલ સિંગવડ
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના વણઝારીયા ગામના એક યુવાને પિયરમાં આવેલી પોતાના ગામની પરણિત યુવતીને ધાકધમકી આપી મોટર સાયકલ પર બેસાડીને અપહરણ કરી લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યાની ચાર માસ પહેલા બનેલ ઘટનાની ફરિયાદ ગઈકાલે નોંધાવાયાનું જાણવા મળ્યું છે.
સીંગવડ તાલુકાના વણઝારીયા ગામે લુહાર ફળિયામાં રહેતી ૧૯ વર્ષીય પરણીત યુવતી ગત તા. ૯-૩-૨૦૨૩ના રોજ પોતાના પિયરમાં આવેલી હતી તે દરમ્યાન તેના જ ગામનો મુકેશભાઈ વેચાતભાઈ પટેલ નામનો યુવાન તે પરણીત યુવતીના પિતાના ઘરે આવી હતી તે યુવતીને જાનથી મારી નાંખવાની ધાકધમકાીઓ આપી તું મારી મોટર સાયકલ પર બેસી જા, તેમ કહેતા તે યુવતીએ મોટર સાયકલ પર બેસવાની સાફ ના પાડી દેતાં મુકેશભાઈ પટેલ વિફર્યો હતો અને તું નહીં બેસે તો જીવતી નહી રહે તેમ કહી ધમકીઓ આપી પોતાની મોટર સાયકલ પર બેસાડી અપહરણ કરી લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું.આ સંબંધે અપહરણન અને દુષ્કર્મનો ભોગ બનેલ પીડીતાએ નોંધાવેલી ફરિયાદને આધારે રંધીકપુર પોલિસે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

