દાહોદના ગોધરારોડ પર રહેતી પરણીતાએ પતિ તેમજ સાંસરિયા વિરુદ્ધ ફરિયાદ કરી
નીલ ડોડીયાર દાહોદ
દાહોદ તા.૧૪
રાજસ્થાનના જાેધપુર ખાતે પરણાવેલી દાહોદના ગોધરારોડ, આરાધના સોસાયટીમાં રહેતી ૨૮ વર્ષીય પરણિતાને તેના પતિ તથા સાસુ-સસરા દ્વારા જુદા જુદા કારણોસર ઝગઢો કરી ત્રાસ આપતાં હોવાથી પીડીત યુવતીએ પોલિસમાં ફરિયાદ કરી લગ્ન સમયે પતિને આપેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ મેળવવા પ્રયાસ કરતાં તે લોકોએ દાગીના તથા રોકડ મેળવવા પ્રયાસ કરતાં તે લોકોએ દાગીના તથા રોકડ આપી દેવા લેખીત બાહેધરી આપ્યા છતાં દાગીના તથા રોકડ નહીં આપી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ, ગોધરારોડ, આરાધના સોસાયટીમાં રહેતી ૨૮ વર્ષીય લવીનાબેનના લગ્ન રાજસ્થાનના જાેધપુર શિવશક્તિ નગરમાં રહેતા સન્ની પ્રકાશચંદ્ર સાવલાણી સાથે તા. ૧૩-૮-૨૦૧૮ના રોજ થયા હતા અને લગ્ન સમયે લવીનાબેનના પતિ સન્ની, સસરા પ્રયાશચંદ્ર દયારામ સાવલાણી તથા સાસુ પુનમબેન સાવલાણીએ દહેજ પેટે જુદા જુદા પ્રકારનું સોના ચાંદીના દાગીના તથા રૂા. ૧૫ લાખની રોકડ મેળવી હતી તેમજ લગ્ન બાદ લવીનાબેનના પિતા પાસે રૂપિયા ૪ લાખ બહાના હેઠળ મેળવ્યા હતા તે પછી લવીનાબેન સાથે તેના પતિ સન્નીએ જુદા જુદા કારણોસર ઝઘડા કરી ત્રાસ આપતો હોવાથી લવીનાબેને તેના પતિ તેમજ સાસુ-સસરા વિરૂધ્ધ શારીરીક અને માનસીક ત્રાસ આપતો હોવાની ફરિયાદ દાહોદ મહિલા પોલિસ સ્ટેશનમાં આપી હતી. તે પછી લવીનાબેને પોતે આપેલા સોના-ચાંદીના દાગીના તથા રૂપિયા ૧૯ લાખની રોકડ પરત આપી દેવા તેના પતિ સાસુ-સસરાાને જણાવતાં તે ત્રણે જણાએ તા. ૧૬-૩-૨૦૨૩ના રોજ નોટરી સ્ટેમ્ પેપર પર લખાણ કરી ઉપરોક્તચ દાગીના તથા રોકડ આપી દેવા ત્રણે જણાએ લેખીત બાહેધરી આપી હતી અને બારેધરીની મુદ્દત પુરી થઈ ગયા છતાં તે લોકોએ લવીનાબેનના દાગીના તથા રોકડ પરત ન આપી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો જેથી લવીનાબેને દાહોદ એ ડિવિઝન પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે લવીનાબેનના પતિ તથા સાસુ, સસરા વિરૂધ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.—————-