ગરબાડા તાલુકાના ભે ગામે ડેરીમાં દૂધ ભરવા જતાં યુવક પર વીજપોલ પડતાં યુવકનું મોત.
વનરાજ ભુરીયા
ગરબાડા તાલુકાના ભે ગામે ડેરીમાં દૂધ ભરવા જતાં યુવક પર વીજપોલ પડતાં યુવકનું મોત.ગરબાડા તાલુકાના ભે ગામે ગારી ફળિયામાં રહેતો ૨૭ વર્ષીય યુવક રાઠોડ વિપુલભાઈ સેવાભાઇ સવારના સમયે ચાલુ વરસાદમાં મોટર સાયકલ લઈ ડેરીમાં દૂધ ભરવા જતી વેળાએ ડુંગરા ફળિયા પાસે રોડ પરથી પસાર થતા વીજપોલ યુવક પર પડતાં યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને યુવકના મોતની જાણ પરિવાર જનોનોને થતાં પરીવારજનો સહિત ગામમાં માતમ નો માહોલ છવાયો હતો.


