દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે રોડ પર પુરપાટ દોડી આવતો પેસેંજર ભરેલ છકડો પલ્ટી ખાઈ ગઈ.

સિંધુ ઉદય

દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે રોડ પર પુરપાટ દોડી આવતો પેસેંજર ભરેલ છકડો ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પલ્ટી ખાઈ જતાં છખડા નીચે દબાઈ ગયેલ ૬૫ વર્ષીય વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જ્યારે અન્ય પેસેંજરોને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.એક છકડા ચાલક તેના કબજાના જીજે૩૪ ડબલ્યું-૦૪૧૫ નંબરના છકડામાં પેસેંજરો બેસાડી છકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ રહ્યો હતો તે દરમ્યાન છખડાની વધુ પડતી ઝડપ તચથા ચાલકની ગફલતને કારણે ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા છકડો લીમખેડાના ખીરખાઈ ગામે રોડ પર પલ્ટી ખાઈ જતાં છકડામાં બેઠેલ લીમખેડાના ચૈડીયા ગામના નીચવાસ ફળિયાના ૬૫ વર્ષીય સુરતાનભાઈ વેસતાભાઈ માવી પલ્ટી ખાધેલ છકડા નીચે દબાઈ જતાં તેઓને છાતીમાં તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થવા પામી હતી કેમજ છકડામાં બેઠેલા અન્ય પેસેંજરોને પણ નાની મોટી ઈજાઓ થવા પામી હતી જેથી તમામ ઈજાગ્રસ્તોને લીમખેડા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચૈડીયા ગામના ૬૫ વર્ષીય સુરતાનભાઈ વેસતાભાઈ માવીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.આ સંબંધે મરણ જનાર ચૈડીયા ગામના સુરતાનભાઈ માવીના પુત્ર બાબુભાઈ સુરતાનભાઈ માવીએ નોંધાવેલી ફરિયાદને આધારે લીમખેડા પોલિસે છકડાના ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: