કઠલાલ પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એકનું મોત.

નરેશ ગનવાણી નડિયાદ

કઠલાલ પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એકનું મોત

ખેડા જિલ્લાના કઠલાલ પાસે વેજલીયા-સરખેજ રોડ પર અજાણ્યા વાહને બે મોટરસાયકલને અડફેટે લેતાં એક મોટરસાયકલ ચાલકનું મોત નિપજ્યું છે. આ મરણજનાર યુવાન દશામાનુ વ્રત હોય બહેનને સાસરીમાં લેવા જતા અકસ્માત નડ્યો છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જોઈતાજીની મુવાડી ગામે રહેતા  અર્જુન લીલાભાઇ ઠાકોર  પોતાની બહેનને દશામાનુ વ્રત હોવાથી તેણીની સાસરીમાં મોટરસાયકલ લઇને અર્જુન સરખેજ બહેનને લેવા માટે ગયો હતો. ખેડા જિલ્લાના કઠલાલના વેજલીયા-સરખેજ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા વાહને તેના ઉપરોક્ત મોટરસાયકલ  અન્ય મોટરસાયકલ ને ટક્કર મારી નાસી ગયો  હતો. આથી  બંને મોટરસાયકલ ચાલક વાહન સાથે રોડ પર પટકાયા હતા. આ અકસ્માતની ઘટનામાં ઉપરોક્ત અર્જુન લીલાભાઇ ઠાકોરનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. જ્યારે અન્ય બાઈક સવારને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ  અકસ્માત બનાવ મામલે મૃતકના મોટાભાઈ કરણભાઈએ કઠલાલ પોલીસમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!