નડિયાદ પશ્ચિમમા જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ પશ્ચિમમા જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જાનકીદાસ સ્મૃતિ ૨ સોસાયટીની બાજુમાં, દેરી રોડ, નડિયાદ ખાતે રૂ. ૬૫૮ લાખના ખર્ચે નિર્માણ થનાર જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત સંતરામ દેરીના મહંત  સત્યદાસજી મહારાજ, કેન્દ્રીય મંત્રી દેવુસિંહજી અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે સંપન્ન થયું હતું. આ ફાયર સ્ટેશન નીચે મુજબની સુવિધાઓ ધરાવતું હશે.૪ મોટા તથા ૨ મીની ફાયર ટેન્ડર સમાવી શકાય તેવું ૨૫૪ સ્ક્વેર મીટર નું વિશાળ પાર્કિંગ. સ્ટાફ માટે ઓફીસ બિલ્ડિંગ, સ્ટોર રૂમ, વર્ક શોપ, કંટ્રોલ રૂમ અને ૧૮૯ સ્ક્વેર મીટર એરિયામાં મિટિંગ હોલ. ફાયર ના સાધનો માટે મોકડ્રીલ એરિયા. સ્ટાફના કર્મચારીઓને રહેવા માટે કુલ ૨૧ ક્વાટર ૧ લાખ લીટર કેપેસિટી નો અંડર ગ્રાઉન્ડ ટેન્ક તથા ટ્યુબવેલ. ફાયર સ્ટેશનની બિલ્ડિંગ પર સોલર પેનલ. લગાવામાં આવશે. આ કાર્યક્રમ ખાતે નગરપાલિકા પ્રમુખ મતી રંજનબેન વાઘેલા, શહેર સંગઠન પ્રમુખ  તેજસભાઇ, મહામંત્રી  હિરેનભાઈ, વોર્ડના કાઉન્સિલર નીલમબેન, પ્રતીક્ષાબેન, સંજયભાઈ, ઉપપ્રમુખ કીંતુભાઈ, ફાયર કમિટી ચેરમેન કાનાભાઈ,  દિક્ષિતભાઈ, ચીફ ઓફિસર  રુદ્રેશભાઇ, નગરપાલિકાના કાઉન્સિલરઓ, અગ્રણીઓ, સંગઠનના પદાધિકારીઓ, વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: