૧૭ ઓગસ્ટ ૨૦૨૩ સુધી અગ્નિવીરવાયુ ભરતી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશ ફોર્મ ભરી શકાશે.
સિંધુ ઉદય
૧૭ ઓગસ્ટ ૨૦૨૩ સુધી અગ્નિવીરવાયુ ભરતી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશ ફોર્મ ભરી શકાશે
ભારતીય વાયુસેના દ્વારા યોજાનાર અગ્નિપથ યોજના(અગ્નિવીરવાયુ) ભરતી ૦૧/૨૦૨૪ ઇન્ટેકમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે ૨૭ જુલાઈ ૨૦૨૩ થી ૧૭ ઓગસ્ટ ૨૦૨૩ સુધિ ભારતીય વાયુ સેનાની ઓફીશ્યલ વેબસાઈટ agnipathvayu.cdac.in. પર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ છે. આ ભરતીમાં તા.૨૭.૦૬.૨૦૦૩ થી તા.૨૭.૧૨.૨૦૦૬ વચ્ચે જન્મેલા તેમજ ૧૫૨.૫ સે.મી ઉંચાઈ ધરાવતા અપરણીત પુરુષ અને ૧૫૨ સેમી ઉંચાઈ ધરાવતા અપરણિત મહીલા ઉમેદવારો માન્ય બોર્ડમાંથી ૧૦+૨ એચ.એસ.સી મેથેમેટિક્સ ,ફીઝીક્સ,૫૦% સાથે પાસ અને ઈંગ્લીશ સાથે ૫૦% હોવા જોઈએ તેમજ ઇગ્ન્લીશમાં પણ ૫૦ ગુણ હોવા જરૂરી છે. તેમજ ડીપ્લોમાં એન્જી.( મીકેનીકલ,ઇલેક્ટ્રિક,ઈલેક્ટ્રોનિક,ઓટોમોબાઇલ ,કોમ્પ્યુટર સાયન્સ, ઈંસ્ટરૂમેન્ટેશન ટેકનોલોજી,ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સાથે ૫૦% માન્ય પોલીટેકનીક કોલેજમાં પાસ થયેલ તેમજ ડીપ્લોમાંમાં અથવા એસએસસી કે એચએસસીમાં ઇંગ્લીશ સબ્જેક્ટમાં ૫૦ ગુણ હોવા જોઈએ તેમજ ૨ વર્ષનો મેથ્સ અને ફીઝકસ સાથે ૫૦% વોકેશનલ કોર્ષ કરેલ તેમજ અંગ્રેજીમા પણ ૫૦% ગુણ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકશે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવારોને ઓનલાઈન પરીક્ષાના ૨ થી દિવસ પહેલા પ્રોવીઝનલ એડમીટકાર્ડ ઈમેલમા મોકલવામા આવશે. ઉમેદવાર વેબસાઈટ પરથી પણ .એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે .ફેસ ૧ ઓનલાઈન કોમ્પ્યુટરબેઝ પરીક્ષામા હેતુલક્ષી પ્રશ્ર્નો અંગ્રેજી અને હિન્દી ભાષામા હશે .ફેસ ૧ ઓનલાઈન પરિક્ષા મેરીટમાં આવેલ શોર્ટલીસ્ટ ઉમેદવારોને બીજા તબક્કાની પરિક્ષાઓ માટે નવુ એડમિટ કાર્ડ મોકલવામા આવશે જેમાં નક્કી કરેલ એરમેન સિલેકશન સેન્ટર ખાતે લેખિત પરિક્ષા યોજવામાં આવશે તેમાં પાસ થયેલ ઉમેદવારની ફીઝીકલ ટેસ્ટ ( પુરષ ઉમેદવાર માટે ૧૬૦૦ મિટર દોડ ( ૭ મીનીટમાં) ,૧૦ પુશઅપ ,૧૦ સીટઅપ,૨૦ સ્કોટસ (૧ મિનીટમાં) તેમજ સ્ત્રી ઉમેદવાર માટે ૧૬૦૦ મિટર દોડ (૮ મીનીટમાં) ,૧૦ સીટઅપ ,૧૫ સ્કોટસ (૧ મિનીટમાં),કરવાના રહેશે. તેમાં પાસ થયેલ ઉમેવારએ એડેપ્ટીબીલીટી ટેસ્ટ ૧ ,અને એડેપ્ટીબીલીટી ટેસ્ટ ૨ માં પાસ થવાનું રહીશે.. ઓનલાઇન પરિક્ષા માટે ઉમેદવારોએ ૨૫૦/- ફી ભરવાની રહેશે. ઉમેદવારોના ઈમેલ આઈ.ડી અને મોબાઈલ નંબર પર પરિક્ષાને લગતી સૂચનાઓ આપવામાં આવશે.ઉમેદવારે ફેસ ૧ ઓનલાઈનપરીક્ષા માટે ૫ પરીક્ષા કેન્દ્રો તેમજ ફેસ ૨ લેખીત પરીક્ષા માટે ૧૨ એરમેન સીલેકશન સેન્ટરમાંથી પસંદગી કરવાની રહેશે ઓનલાઈન રજીસ્ટ્રેશ અને ઓનલાઈન અરજી કરવા અંગે વધુ માહિતી વાયુસેનાની agnipathvayu.cdac.in. વેબસાઈટ પર નિયમિત જોવા તેમજ વધુ માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર કચેરી,ત્રીજો માળ, જીલ્લા સેવા સદન,છાપરી ,તા.જી દાહોદનો સંપર્ક કરવા તેમજ રોજગાર કચેરીના હેલ્પ લાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સપર્ક કરવા દાહોદ રોજગાર અધિકારીશ્રી અલ્પેશ ચૌહાણની યાદીમાં જણાવેલ છે.૦૦૦