નડિયાદ સહિત જિલ્લામાં એ આર એફ દ્વારા ફ્લેગ માર્ચ અને પેટ્રોલિંગ શરૂઆત કરવામાં આવી હતી.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ સહિત જિલ્લામાં એ આર એફ દ્વારા ફ્લેગ માર્ચ અને પેટ્રોલિંગ શરૂઆત કરવામાં આવી હતી. ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ સહિત જિલ્લામાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ માર્ચ, પેટ્રોલિંગ કરવા માટે આજે નડિયાદ થી એ આર એફ દ્વારા ફ્લેગ માર્ચ અને પેટ્રોલિંગ શરૂઆત કરવામાં આવી હતી. નડિયાદ ટાઉન પોલીસ મથકથી આર.એ. એફ ની એક પ્લાટુન નડિયાદ ના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. ફ્લેગ માર્ચ, પેટ્રોલિંગ કરવાનું મુખ્ય હેતુ સંવેદનશીલ વિસ્તારોમાં લોકોનો માં જાગૃતિ આવે , પ્રજા ભય મુક્ત બને, આમ પ્રજા માટે પોલીસ માટેની છબી સુધરે તથા અસામાજિક તત્વો ને કાયદો અને વ્યવસ્થાની જાણ થાય તે હેતુથી. આજે નડિયાદ શહેરમાં પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. આજ થી ૨૩ તારીખ સુધી જિલ્લા પોલીસ વડા ની સૂચના મુજબ આ ફોર્સ ખેડા જિલ્લાના વિવિધ શહેરોમાં પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરશે. આ ઉપરાંત સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં લોકોને મળશે, વડીલો સાથે વાતચીત કરશે. આ પેટ્રોલિંગ દરમ્યાન શૈલેન્દ્ર કુમાર ઉપ કમાન્ડન, સુશીલ શર્મા સહાયક તેમજ ડીવાયએસપી શિલ્પા ભારાઈ હાજર રહ્યા હતા.



