નડિયાદ સંતરામ વિદ્યાલય ખાતે ભારત સ્કાઉટ ગાઈડ સંઘ ની મીટીંગ મીટીંગ રાખવામાં આવી હતી.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ સંતરામ વિદ્યાલય ખાતે ભારત સ્કાઉટ ગાઈડ સંઘ ની મીટીંગ મીટીંગ રાખવામાં આવી હતી ખેડા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ ની મીટીંગ શ્રી સંતરામ વિદ્યાલય , નડીઆદ ખાતે રાખવામાં આવી હતી. મીટીંગના પ્રમુખની વરણી બાદ સ્કાઉટ ગાઈડની પ્રાર્થનાથી મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પરિચય જિલ્લા ચીફ કમિશ્નર સી. જે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ગત વર્ષના અહેવાલ અને હિસાબનુ વાંચન મંત્રી વિજયભાઈ દ્વારા કરવામાં આવ્યું. મહેમાનો ના વરદ હસ્તે ખરી કમાઈ ની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ૨૦૨૩-૨૪ ના વર્ષના આયોજનની માહિતી જિલ્લા ચીફ કમિશ્નરશ્રી દ્વારા આપવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. ખેડા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ ના ઉપપ્રમુખ પરમ પૂજ્ય સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજે પ્રવૃત્તિ નો વિકાસ થાય તેવી શુભેચ્છા અને શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોત નાં આશીર્વાદ પાઠવ્યા હતા. આભાર વિધિ કોષાધ્યક્ષ શ્રી યશવંતભાઈએ કરી હતી. સમૂહમાં રાષ્ટ્રગાન દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા કમિશનર સ્કાઉટ પ્રકાશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી સંતરામ મંદિર તરફથી સૌને પ્રસાદ આપવામાં આવ્યો હતો.



