નડિયાદ પાસે ઉત્તરસંડા-ચકલાસી ઓવરબ્રિજ પાસેથી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડયો.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ પાસે ઉત્તરસંડા-ચકલાસી ઓવરબ્રિજ પાસેથી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડયો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માણસો ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન અમદાવાદ-વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઇવે પર એક ટેન્કર મોટી માત્રામાં વિદેશી દારૂ ભરી પસાર થવાની બાતમી મળી હતી. આથી એલસીબીના માણસો હાઈવે પર ઉત્તરસંડા-ચકલાસી ઓવરબ્રિજ પાસેથી પસાર થતી ટેન્કર ને ઉભી રાખી ચાલકની પુછપરછ કરતા જેણે પોતાનું નામ વિરેન્દ્ર રામસ્વરૂપ જાટ (રહે.રાજસ્થાન) જણાવ્યું પોલીસે ટેન્કરમા તલાસી લેતાં ટેન્કરમા વિદેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે વાહનને ચકલાસી પોલીસ સ્ટેશનમાં લાવી ગણતરી કરતા વિદેશી દારૂની જુદી જુદી બોટલો નંગ ૯૮૬૪ કિંમત રૂપિયા ૪૯ લાખ ૩૨ હજાર તેમજ પકડાયેલા ઈસમનો મોબાઈલ અને ગુનામાં વપરાયેલ વાહન મળી કુલ રૂપિયા ૫૯ લાખ ૩૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આ દારૂ કોને મોકલ્યો તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં ચાલકે જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના તાવડુ જિલ્લાના બુટલેગર સામીરખાન આબીદખાને મોકલેલ હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસે બે ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.