દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે 18 જેટલા ઈસમો મારક હથિયાર સાથે ગામમાં.

વનરાજ ભુરીયા

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે 18 જેટલા ઈસમો મારક હથિયાર સાથે ગામમાં રહેતા એક પરિવારજનોના ઘરે આવી ખેતરમાં ભાગ આપવા મામલે ઝઘડો તકરાર કરી તોડો એકદમ ઉશ્કેરાઈ જઈ ઘર ઉપર પથ્થરમારો કરી, મોટરસાયકલ ની તોડફોડ કરી તેમજ ઘરના આંગણામાં મૂકી રાખેલ ઘાસને સળગાવી દઈ અને તીર મારો તેમજ પથ્થર મારો કરી ઘરોને નુકસાન પહોંચાડી ભારે ધીંગાણું મચાવતા પંથકમાં ચર્ચા સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.ગતરોજ ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે રહેતા ભારતસિંગ છગનભાઈ હઠીલા, રમેશભાઈ હરૂભાઈ હઠીલા તેમજ તેઓની સાથે અન્ય 16 જેટલા ઇસમો એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો લઈ પોતાના ગામમાં પટેલ ફળિયામાં રહેતા હીમસિંહભાઈ પાંગળાભાઈ હઠીલાના ઘરે આવી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમો અમોને માળવાળા ખેતરમાં ભાગ કેમ આપતા નથી અને અમારા નામો કેમ કાઢી નાખેલ છે, તેમ કહી બેફામ ગાળો બોલી ઉપરોક્ત ટોળું એકદમ ઉસ્કેરાઈ ગયું હતું અને પોતાની સાથે લાવેલ મારક હથિયારો વડે હિમસિંગભાઈ તથા તેમના આસપાસના ઘરો પર ભારે પથ્થરમારો કર્યો હતો તેમ જ એક મોટરસાયકલની તોડફોડ કરી હતી ટોળાએ ઘર પર પથ્થર મારો કરી તેમજ ઘરની બહાર મૂકી રાખેલ ઘાસને સળગાવી દઈ તેમજ તીરમારો તેમજ પથ્થરમારો કરી નુકસાન પહોંચાડી ભારે ધીંગાણું બચાવતા પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.આ સંબંધે હીમસિંહભાઈ પાંગળાભાઈ હઠીલા દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!