દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએથી મોટર સાયકલ ચોરાયાનું જાણવા મળેલ છે.
સિંધુ ઉદય
દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએથી મોટર સાયકલ ચોરાયાનું જાણવા મળેલ છે.ફતેપુરા તાલુકાના ડુંગર ગામે માળી ફળિયામાં ત્રાટકેલા બાઈક ચોરોએ રાજેશભાઈ સોમજીભાઈ પારગીની તેના ઘરના આંગણામાં બનાવેલ ભોયરામાં લોક મારી પાર્ક કરેલ રૂા. ૨૫૦૦૦ની કિંમતની જીજે-૨૦ એડી ૨૫૪૧ નંબરની હોન્ડા કંપનીની લીવો મોટર સાયકલ ચોરીને લઈ ગયા હતા.આ સંબંધે ડુંગર ગામના રાજેશકુમાર સોમજીભાઈ પારગીએ નોંધાવેલી ફરિયાદને આધારે ફતેપુરા પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે બાઈકચોરીનો બીજાે બનાવ દાહોદ શહેરના બીરસામુંડા સર્કલ પાસે ભાટવાડા સ્કુલ પાસે ગત તા. ૧૫-૭-૨૦૨૩ના રોજ સવારે આઠ વાગ્યાથી દશ વાગ્યા સુધીના સમયગાળામાં બનવા પામ્યો હતો જેમાં મોટી ખરજ ગામના તળાવ ફળિયાના નિલેશભાઈ પપ્પુભાઈ માવીની લોક મારીને પાર્ક કરેલ વર્ષ ૨૦૧૮ના મોડલની કાળા કલરની આશરે રૂા. ૨૦,૦૦૦ની કિંમતની જીજે-૨૦ એ.કે.-૨૩૮૦ નંબરની હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કોઈ બાઈક ચોર ચોરીને લઈ ગયો હતો. આ સંબંધે મોટી ખરજ ગામના નિલેશભાઈ પપ્પુભાઈ માવીએ નોંધાવેલી ફરિયાદને આધારે દાહોદ એ ડીવીઝન પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.————

