ઝાલોદ પોલીસે ઘરફોડ ચોરીના ગુનેગારને ઝડપી પાડ્યું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો :
ઝાલોદ પોલીસે ઘરફોડ ચોરીના ગુનેગારને ઝડપી પાડી સફળતા મેળવી બાતમી ને આધારે આઇ.ટી.આઇ પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો ઝાલોદ પોલીસ 18-07-2023 ના રોજ આઈ.ટી.આઇ બાયપાસ પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન પી.એસ.આઇ જી.બી.રાઠવાને ઘરફોડ આરોપી ત્યાથી નીકળનાર છે તેવી બાતમી મળેલ હતી. તેથી પી.એસ.આઇ રાઠવા દ્વારા પોલિસ સ્ટાફને સાથે રાખી ચેકિંગની કાર્યવાહી કડક હાથે લીધી હતી. તે દરમ્યાન ઘરફોડ ચોરીનો આરોપી જેમાલભાઇ દિતાભાઈ વહોનીયા ,રહે. પલાસડોર કુડીયા ફળીયુ, તા : થાંદલા જિલ્લા ઝાબુઆ ( મધ્યપ્રદેશ )આઇ.ટી.આઇ પાસે ઝડપી પાડી સફળતા મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.