દાહોદ જિલ્લામાં ર૫મી ઓગષ્ટ સુધી સ્વચ્છતા સર્વેક્ષણ.
સિંધુ ઉદય
દાહોદ જિલ્લામાં ર૫મી ઓગષ્ટ સુધી સ્વચ્છતા સર્વેક્ષણ કેન્દ્ર સરકાર ઘ્વારા નિયુકત કરાયેલ એજન્સી દ્વારા મુલ્યાકંન કરાશે કેન્દ્ર સરકારના જળશકિત મંત્રાલય હેઠળના પેય જળ અને સ્વચ્છતા વિભાગ ઘ્વારા દાહોદ જિલ્લામાં ૧૮ જુલાઇ થી ૨૫ ઓગષ્ટ દરમ્યાન ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩ અંતર્ગત ફિલ્ડ વેરીફીકેશન હાથ ધરાશે. કેન્દ્રના જળશકિત મંત્રાલય હેઠળના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩ એક જન આંદોલન સ્વરૂપે યોજાશે. જે સર્વેમાં કેન્દ્રે નિયુકત કરેલ એજન્સી સ્વચ્છતાના સ્તરનું સર્વગ્રાહી મુલ્યાંકન કરાશે. ગામડાઓમાં તમામ જાહેર સ્થળોની મુલાકાત કરી સ્વચ્છતાની કામગીરી અંગે અભિપ્રાયો મેળવી મુલ્યાકંન કરશે. ઉચ્ચ ગુણાંક મેળવેલ ગામો જિલ્લા અને રાજયને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ અપાશે.