દાહોદ તાલુકાના સબરાળા ગામના બુટલેગરના કબજાના રહેણાંક મકાનમાં ધમધમતી વિદેશી દારૂની ઝડપી પાડી.
સિંધુ ઉદય
દાહોદ તાલુકાના સબરાળા ગામના બુટલેગરના કબજાના રહેણાંક મકાનમાં ધમધમતી વિદેશી દારૂની હાટડી પર ઓચિંતો છાપો મારી દાહોદ તાલુકા પોલિસે રૂપિયા ૨૯,૮૫૬ ની કુલ કિંમતનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે.દાહોદ તાલુકાના પોલિસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પોલિસ ઈન્સ્પેક્ટર એન.એન.પરમાર પોતાના સ્ટાફના પોલિસ કર્મચારીઓ સાથે લઈ તાલુકા પોલિસ મથક વિસ્તારમાં રાતે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઈન્ચાર્જ પીઆઈ એન.એન. પરમારને બાતમી મળી હતી કે સબરાળા ગામના ડાંગી ફળિયામાં રહેતા જીતેનભાઈ રાજુભાઈ વણઝારા નામના બુટલેગરના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ-બીયરનો જથ્થો હોઈ તે ખુલ્લે આમ વેચાણ કરે છે. જે બાતમીના આધારે દાહોદ તાલુકા પોલિસની ઉપરોક્ત ટીમે મોડી રાતના પોણા બે વાગ્યાના સુમારે સબરાળા બુટલેગર જીતેનભાઈ રાજુભાઈ રણઝારાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારી મકાનમાંથી રૂા. ૨૯,૮૫૬ ની કુલ કિંમતના ભારતીય બનાવટના ઈંગ્લીંશ દારૂ તથા બીયરની કુલ બોટલ નંગ-૨૪૦ પકડી પાડી કબજે લીધી હતી જ્યારે પોલિસની રેડ વખતે બુટલેગર જીતેનભાઈ વણઝારા ઘરે હાજર ન હોવાથી પોલિસ તેને પકડી શકી ન હતી. આ સંબંધે દાહોદ તાલુકા પોલિસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.