તા.૯ મી સપ્ટેમ્બર ભવ્ય નેશનલ લોકઅદાલત યોજાશે.

સિંધુ ઉદય

તા.૯ મી સપ્ટેમ્બર ભવ્ય નેશનલ લોકઅદાલત યોજાશે દાહોદ, ગુરુવાર, દાહોદ જિલ્લાના રહેવાસીઓને તથા લાગતા વળગતા તમામ લોકોને જણાવવાનું કે નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યૂ દિલ્હીના આદેશથી તેમજ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ દાહોદ ખાતે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે, જિલ્લા અદાલત, દાહોદના ચેરમેન અને પ્રિન્સિપાલના અધ્યક્ષ સ્થાને તથા તાલુકા કક્ષાએ દેવગઢ બારિયા, લીમખેડા, ઝાલોદ ગરબાડા, ધાનપુર, ફતેપુરા, સંજેલી, કોર્ટોમાં તા. ૯/૯/૨૦૨૩ ના શનિવારના રોજ સવારના ૧૦:૩૦ કલાકે નેશનલ લોક અદાલત યોજાશે. આ લોકઅદાલત માં દાહોદ જિલ્લાની તમામ કોર્ટોમાં ચાલતા ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ કેસો, નેગોશિયેબલ,ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળન કેસો, બેંક રિકવરી વળતરના કેસો, વાહન અકસ્માતના રિપોર્ટવાળા કેસો, તથા દરખાસ્તો સહિત, કૌટુંબિક તથા લગ્ન જીવનને લગતા કેસો, શ્રમયોગી સંબધિત તકરારને લગતા કેસો, જમીન સંપાદન હેઠળના કેસો, વીજળી તથા લાઈટ બિલના કેસો (બીજીવાર કે તેથી વધુ વાર ચોરીના કેસો સિવાયના)દિવાની કેસો જેવા કે ભાડૂઆત સંબધિત, બેંક લેણા તથા સીવીલ દરખાસ્તોનો કોર્ટમાં પેન્ડીંગ હોય તેવા કેસો લોકઅદાલતમાં મૂકી પક્ષકારોની સંમતિથી સમાધાનથી ફેસલો કરી શકાશે.વધુમાં ઉપરોક્ત જણાવેલ કેસોમાં લોકઅદાલત ના માધ્યમથી સમાધાન કરવા ઇચ્છા ધરાવતા તમામ પક્ષકારોને સંબધિત કોર્ટનો સંપર્ક કરી તાત્કાલિક અરજી કરવી જેથી સામા પક્ષકારને નોટીસ કરી હાજર રખાવી સમાધાનથી કેસો પુરો કરી શકાય, પ્રિલીટીગેશન કેસો અથવા પેન્ડીંગ કેસો જે દાહોદ જિલ્લા ન્યાયાલયમાં કે તાલુકા કક્ષાની અદાલતોના કાર્યક્ષેત્રમાં હોય ત્યાં આપ કે આપના વકીલ શ્રી એ સંબધિત કોર્ટમાં આપના કેસો તારીખ. ૯/૯/૨૦૨૩ (શનિવાર) ના રોજ આયોજીત “નેશનલ લોકઅદાલત” માં મૂકવા સંપર્ક કરી શકો છો. લોકઅદાલત માં કેસોને ઝડપી નિકાલ આવે છે અને વળતર અરજીના કિસ્સામાં અરજદારને વળતરના નાણાં ઝડપથી મળે છે. આ લોકઅદાલત નો મહત્તમ લાભ લેવા અને આ લોકઅદાલત માં તમામ પ્રકારના સમાધાનપાત્ર કેસો મુકવા માટે દાહોદ જિલ્લાના દરેક વકીલ શ્રીઓને તથા નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: