ફળ પાક ઉત્પાદક વધારવા માટે તા.૧૭ ઓગસ્ટ સુધીમાં આઈ.ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે.

સિંધુ ઉદય

ફળ પાક ઉત્પાદક વધારવા માટે તા.૧૭ ઓગસ્ટ સુધીમાં આઈ..ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે દાહોદ. રાજ્ય સરકાર દ્વારા બાગાયત ખાતાની નવી યોજના વર્ષ-૨૦૨૩-૨૪ માટે, ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ નવી બાબત તરીકે મંજુર કરવામાં આવેલ છે. તેથી આઈ,,,ખેડૂત પોર્ટલ આ નવી યોજના માટે જિલ્લાના ખેડૂતો પાસેથી અરજીઓ મેળવવા ખુલ્લું મુકવામાં આવ્યુ છે, આ યોજનામાં આંબા.અને જામફળ માટે ખાતાદીઠ મહતમ ૨ હેકટરની મર્યાદામાં આંબા માટે ઓછામાં ઓછા ૪૦૦ કલમો પ્રતિ હેકટર માટે કલમ દીઠ રૂ, ૧૦૦.૦૦ અથવા થયેલ ખર્ચ પૈકી ઓછું હોય તે ધ્યાને લઈ રૂ,૪0,000,00 પ્રતિ હેકટર તેમજ પ્રથમ વર્ષમાં અન્ય બાગાયત પાકો આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે તો પ્લાન્ટીંગ મટીરીયલ્સ ખર્ચના ૫૦ ટકા લેખે અથવા રૂ. ૧૦.૦૦૦.૦૦ પ્રતિ હેકટર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે જામફળ માટે ઓછામાં ઓછા ૫૫૫ કલમો રોપા પ્રતિ હેકટર માટે કલમ દીઠ રૂ. ૮૦.૦૦ અથવા થયેલ ખર્ચ પૈકી ઓછું હોય તે ધ્યાને લઈ રૂ. ૪૪.૦૦૦.૦૦ પ્રતિ હેકટર તેમજ પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકોને આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે તો પ્લાન્ટીંગ મટીરીયલ્સ ખર્ચના ૫૦ ટકા લેખે અથવા રૂ. ૬.૦૦૦.૦૦ પ્રતિ હેકટર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.આ ઘટકમાં લાભ લેવા માંગતા જિલ્લાના તમામ ખેડૂતો પાસેથી સરકારના https//Ikhedut. Gujarat.Gov.in ના માધ્યમ મારફતે ૧૭.૦૮.૨૦૨૩ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.ઓનલાઇન અરજી કર્યો બાદ તેની પ્રિન્ટ કાઢી નિયત સમયમાં જરૃરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી. જિલ્લા સેવા સદન રૂમ નંબર ૨૩૩ થી ૨૩૫ બીજો માળ. દાહોદ ફોન નંબર. ૦૨૬૭૩૨૩૯૨૫૧ ખાતે રૂબરૂ અથવા ટપાલ મારફત દિન – ૭માં મોકલી આપવા જણાવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: