અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ) માટે આઈ – ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે.
સિંધુ ઉદય
અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ) માટે આઈ – ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે દાહોદ.ગુરુવાર ,રાજ્ય સરકાર ધ્વારા બાગાયત ખાતાની નવી યોજના વર્ષ- ૨૦૨૩-૨૪ માટે અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ)નવી બાબત તરીકે મંજુર કરવામાં આવેલ છે. રાજ્યના શહેરોમાં બાગાયતનો વ્યાપ વધારવા તેમજ તાલીમ થકી યુવાનોના કૌશલ્યોમાં વૃદ્ધિ કરી તેમના માટે રોજગારીની નવી તકો ઉભી કરવાનો નેક ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર ધ્વારા વધુ એક નવીન યોજના તરીકે અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ) કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.આ યોજના અંતર્ગત 18 થી 45 વર્ષના તાલીમાર્થીને ત્રણ દિવસીય તાલીમ. ગાર્ડન ટુલ. કીટ અને રૂ. ૨૫૦/- પ્રતિ દિનની મર્યાદામાં વૃત્તિકા મળવાપાત્ર રહેશે. આ યોજનામાં લાભ લેવા માંગતા અરજદારો પાસેથી https//ikhedut.gujarat.gov.in ના માધ્યમ મારફતે તા.૧૮.૮.૨૦૨૩ સુધી અરજીઓ મંગાવવામાં આવે છે.ઓનલાઇન અરજી કર્યો બાદ તેની પ્રિન્ટ કાઢી નિયત જગ્યાએ અરજદારે સહી કરી નિયત સમયમાં જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી. જિલ્લા સેવા સદન. રૂમ નંબર ૨૩૩ થી ૨૩૫ બીજો માળ દાહોદ ફોન નંબર ૦૨૬૭૩૨૩૯૨૫૧ ખાતે રૂબરૂ અથવા ટપાલ મારફત દિન-૭માં મોકલી આપવા જણાવ્યું છે.