આં.રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જીવન જ્યોત સ્કૂલના પ્રિન્સિપાલ સાથે મુલાકાત કરાઈ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
આં.રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જીવન જ્યોત સ્કૂલના પ્રિન્સિપાલ સાથે મુલાકાત કરાઈ સ્કૂલમાં અઠવાડિયામાં એક દિવસ હનુમનચાલીશા કરવામાં આવે તે વિષય પર ભાર મુકાયો
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ રાષ્ટ્રીય બજરંગદળ એ આજે સવારે 11 વાગ્યેના સમય દરમિયાન લીમડી નગર કારઠ રોડ પર આવેલી જીવન જ્યોત વિદ્યાલયમાં જઈને પ્રિન્સિપલ કુલદીપ.પી.મોરી તેમજ શૈલેષ ભાભોરની મુલાકાત કરીને હિન્દુ ધર્મને લઈને ચર્ચા કરી કે શાળામાં અભ્યાસ કરતા છોકરાઓને પોતાના હિન્દુ ધર્મ વિશે શિક્ષા આપવાનું ચાલુ થાય અને દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે. આ અંગે સ્કૂલ તરફથી અમો સર્વેને એક સારી રીતે આશ્વાસન આપ્યું અને સમજાવતા જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ધાર્મિક ગ્રંથો જેવાકે રામાયણ મહાભારત , ભગવદગીતા અને પૌરાણિક કથાઓનું જ્ઞાન શૈક્ષણિક વર્ષ 2023-24 માં શાળા વર્ગમાં એક તાસ આપવા જઈ રહયા છીએ. અને દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવાનું હમે શાળા કક્ષાએ શરુ કરી દીધું છે . તેમજ બાળકોને શિક્ષણિક શેત્રે આગળ વધારવા અમારી ગમે તે જગ્યાએ કંઈક કામ હોય તો તે પણ અમે તમારી સાથે રહીશું તેવું પણ જાણવેલ છે . ( રાષ્ટ્રીય બજરંગ દળ ) જેના અંદર ઉપસ્થિતમાં લીમડી રાષ્ટ્રીય બજરંગદળના પ્રમુખ કમલ ભોઈ, ઉપ પ્રમુખ અરવિંદ ગારી , મંત્રી રોહન માળી ઝાલોદ તાલુકાના પ્રમુખ જીતુ ગારી, ઉપ પ્રમુખ નિલેશ ડાબી ,મંત્રી જીતેન્દ્ર પ્રજાપતી , કારઠના માંગીલાલ લબાના અને ઘણા બીજા કાર્ય કરતા હાજર રહયા હતા.



