દાહોદ એલ.સી.બી. પોલિસે જિલ્લામં જુદી જુદી ચાર જગ્યાએ થી રૂપિયા ૫૮,૦૭,૨૨૦ની કુલ કિંમતના મુદ્દામાલ સાથે ચાર જણાની ધરપકડ કરી.

નીલ ડોડીયાર દાહોદ

દાહોદ.તા.૨૧

દાહોદ એલ.સી.બી. પોલિસે જિલ્લામં જુદી જુદી ચાર જગ્યાએ ગોઠવેલ જરૂરી વોચમાં રૂપિયા ૨૯.૨૭ લાખનો વિદેશી દારૂબીયરનો જથ્થો, છ જેટલા મોબાઈલ ફોન તથા ૨૮.૫ લાખની કિંમતના ચાર વાહનો મળી રૂપિયા ૫૮,૦૭,૨૨૦ની કુલ કિંમતના મુદ્દામાલ સાથે ચાર જણાની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ એલ.સી.બી. પી.આઈ. કે.ડી, ડીંડોરની આગેવાનીમાં પી.એસ.આઈ એમ.એલ.ડામોર, પી.એસ.આઈ જે.બી ધનેશા તથા તેમના સ્ટાફના ૨૫ જેટલા પોલિસ કર્મીઓ જિલ્લામાં પ્રોહીની અસામાજીક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્ત નાબુદ કરવા માટે પ્રોહી લીસ્ટેડ બુટલેગરો ઉપર તેમજ પડોશી રાજ્યો મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતાં ઈસમો ઉપર વોચ ગોઠવી તેમના આશ્રય સ્થાનો પર રેઈડ કરી પરીણામ લક્ષી કાંમગીરીમાં જાેતરાયા હતા તે દરમ્યાન એલ.સી.બી. પી.આઈને જુદી જુદી જગ્યાની ચાર જેટલી પ્રોહી અંગેની બાતમી મળી હતી તે બાતમીના આધારે પી.આઈ.કે.ડી. ડીંડોરે ચાર જુદી જુદી ટીમો બનાવી ચારે જગ્યાએ જે તે ટીમોએ વ્યુહાત્મક વોચ ગોઠવી દાહોદ રૂરલના ઈન્દોરથી ગોધરા તરફ જતાં નેશનલ હાઈવે પર સતીતોરલ હોટલથી આગળ કાળી તળાઈ ગામે રોડ પરથી યુપી ૮૬ ટી૩૩૭૪ નંબરનો ટેમ્પો પકડી પાડી ટેમ્પોમાંથી રૂા. ૧૦.૨૫ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂની બોટલ નંગ-૨૫૬૮ પકડી પાડી ગાડીના ચાલક રાજસ્થાનના બાડમેર જીલ્લાના સુરેશ ધુડારામ બિશ્નોઈ તથા સોહનલાલ બળવંતરામ બિશ્નોઈની અટક કરી તેઓની પાસેથી રૂા. ૧૦ હજારની કિંમતના બે મોબાઈલ ફોન પકડી રૂપિયા ૧૦ લાખની કિંમતનો ટેમ્પો મળી રૂા. ૨૦,૩૫,૭૬૦નો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે એલ.સી.બી.ની ટીમે લીમખેડાના કંબોઈ ગામે હાઈવે રોડ પર વોચ ગોઠવી બાતમીમાં દર્શાવેલ એમ.પી. પાસીંગની એમ.પી. ૪૩ જી-૩૮૫૩ નંબરની પીકપ ગાડી પકડી ગાડીમાંથી સડેલી ડુંગરીની આડમાં રાખેલ રૂા. ૩,૦૨ લાખ ઉપરાંતના બીયર ટીન નંગ-૨૫૨૦ પકડી પાડી ગાડીમાંથી રૂપિયા ૧૦,૦૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન પકડી પાડી રૂપિયા ૩,૫૦,૦૦૦ની કિંમતની પીકપ ગાડી મળી રૂા. ૬,૬૨,૪૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે ગાડીનો ચાલક પોલિસની વોચ દુરથી જાેઈ લેતા ગાડી મૂકી અંધારાનો લભ લઈ નજીકના કોતરના ઝાડી ઝાંખરાઓમાં નાસી ગયો હતો જ્યારે એલ.સી.બી. પોલિસની ત્રીજી ટીમે લીમખેડાના કંબોઈ ગામે હાઈવે પર વોચ ગોઠવી બાતમીમાં દર્સાવેલ બંધ બોડીનો એચ.આર.૫૫ એ.કે-૦૦૧૬ નંબરનો ટેમ્પો પકડી પાડી ગાડીમાંથી રૂા. ૧૪,૦૩,૦૪૦ની કુલ કિંમતના વિદેશી દારૂની બોટલ નંગ-૩૫૨૮ પકડી પાડી રૂપિયા ૫૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન પકડી પાડી રૂપિયા ૧૦ લાખની કિંમતના બંધ બોડીના ટેમ્પો સહીત રૂા. ૨૪, ૦૮, ૦૪૦ ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના બાડમેર જિલ્લાના હેમારામ સગરારામ જાટની અટક કરી હતી જ્યારે એલ.સી.બીની ચોથી ટીમે દાહોદ ઠક્કરબાપા પ્રાથમીક સ્કુલ આગળ રોડ પરથી જીજે-૨૦ એક્યુ૮૦૯૮ નંબરના આઈ ૨૦ ગાડીમાંથીરૂા. ૧,૯૬ લાખ ઉપરાંતના વિદેશી દારૂ-બીયરની બોટલ નંગ-૧૧૮ પકડી પાડી રાજસ્થાનના બડાડુંગરા ગામના સિધ્ધાર્થ ભરતકુમાર રાઠોડની અટક કરી રૂપિયા ૫૦૦૦નો મોબાઈલ ફોન તથા રૂપિયા ૫ લાખની કિંમતની ગાડી મળી રૂા. ૭,૦૧,૦૨૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. આમ દાહોદ એલ.સી.બી. પોલિસે જિલ્લામાં જુદી જુદી ચાર જગ્યાએથી રૂપિયા ૨૯,૨૭, ૨૨૦ની કુલ કિંમતના દારૂ-બીયરની બોટલ નંગ. ૮૭૩૪ રૂપિયા ૨૮.૫૦ લાખી કુલ કિંમતની ચાર ગાડીઓ રૂપિયા ૩૦,૦૦૦ની કિંમતના મોબાઈલ નંગ૦૬ મળી કુલ રૂપિયા ૫૮,૦૭,૨૨૦ના મુદ્દામાલ સાથે ચાર જણાની અટક કરી કુલ ૧૩ જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધ્યાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!