દાહોદ શહેર સહિત જિલ્લામાં જનતા કરફ્યુનું જાહેર જનતા દ્વારા અભિવાદન કરાયું
અજય/ગગન/ધ્રુવ/સાગર/યાસીન
દાહોદ/લીમડી/સુખસર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનતા કર્ફ્યુના આહ્વાનને લઈને સમગ્ર શહેર સહીત જિલ્લો જડબેસલાક રીતે બંધ હતો જ્યારે તો બીજી તરફ સાંજના 5:00 કલાકે રાષ્ટ્ર નાયકોને અભિવાદન આપવા માટે તેમના સન્માનમાં નગરમાં એમજીરોડ, હરસોલાવાડ,ગુજરાતીવાડ,સ્ટેશનરોડ, ગોવિંદનગર, દેસાઈવાડ, પુરબીયાવાડ, ગોદીરોડ, ગોવિંદનગર લીમડી ઝાલોદ સુખસર ફતેપુરા જેવા રહેણાંક વિસ્તારોમાં ઠેરઠેર મહિલાઓ,બાળકો,સહીત તમામ લોકોએ પોતાના ઘરના આંગણા તેમણે ઝરૂખામાં તાલીઓ તથા થાળીઓ તથા ઘંટડી વગાડી હતી તો ઘણા ખરા ટાણે બાળકો તબલા અને થાળી લઈને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા હતા જ્યારે ગરબાડાના શ્રી રામજી મંદિર તેમજ હનુમાનજી મંદિર ઘંટનાદ કરવામાં આવ્યો હતો દ્રશ્યમાન થાય છે.
#dahod sindhuuday