ફતેપુરા તાલુકાના ઘુઘસ રોડ નાકા પાસે ખુલ્લામાં ગાડીઓ મૂકવાની જગ્યામાં પાર્ક કરેલ મોટર સાયકલ ચોરાઈ.
પ્રવીણ કલાલ ફતેહપુરા
દાહોદ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા નગરમાં ઘુઘસ રોડ નાકા પાસે ખુલ્લામાં ગાડીઓ મૂકવાની જગ્યામાં પાર્ક કરેલ બજાજ પલ્સર મોટર સાયકલ રાતના સમયે ચોરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા મેઈન બજારમાં રહેતા જુબેર યુનુસ ગુડાલાએ ગત તા. ૧૧-૭-૨૦૨૩ના રોજ રાત્રીના સમયે પોતાન્ ાી રૂપિયા ૨૫૦૦૦ની કિંમતની જીજે-૨૦ એ.એસ-૨૩૯૧ ન્ ાં બરની બજાજ પલ્સર મોટર સાયકલ ગામના ઘુઘસ રોડ નાકા પાસેની ગાડીઓ મૂકવાની ખુલ્લી જગ્યામાં સ્ટેરીંગ લોક મારી પાર્ક કરી હતી તે મોટર સાયકલ કોઈ બાઈક ચોર ચોરીને લઈ ગયો હતો. આ સંબંધે ફતેપુરા મેઈન બજારમાં રહેતા જુબેર યુનુસ ગુડાલાએ નોંધાવેલી ફરિયાદને આધારે ફતેપુરા પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.