દાહોદના છાબ તળાવ પાછળ વહીવટી તંત્ર દ્રારા દશામાં તાજીયા તેમજ ગણપતી વિસર્જન માટેનું કુત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરી
નીલ ડોડીયાર
દાહોદના છાબ તળાવ પાછળ વહીવટી તંત્ર દ્રારા દશામાં તાજીયા તેમજ ગણપતી વિસર્જન માટેનું કુત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરી
દાહોદમાં આવેલા છાબ તળાવ ખાતે વર્ષોથી ગણપતી દશામાં તેમજ તાજીયાઓનું વિસર્જન કરવામાં આવતું હતું પરંતુ દાહોદમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ લાગુ થતા તેમજ પર્યાવરણની જાળવણી અંતર્ગત તેમજ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અનુસાર પીઓપી માંથી બનાવેલ મૂર્તિઓનું વિસર્જન થતા જેમાં પર્યાવરણનું ઉલ્લંઘન થતું હોવાને લઈને જિલ્લા કલેક્ટર દ્રારા રોક લગાવવામાં આવી હતી તેમજ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત તે એતિહાસિક છાબ તળાવનું કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફીકેશન કરાતા તમામ ધર્મોના મૂર્તિઓ તેમજ તાજીયા વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો તેને લઈને ગણેશ મંડળો દશામાંનું વિસર્જન કરનારા અને તાજીયા વિસર્જન કરનારા મંડળોએ ગત વર્ષે કલેક્ટરને રજુઆત કરી હતી જેમાં દાહોદ શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં આવેલી જમીનો ઉપર કુત્રિમ તળાવ બનાવવા માટે કોઈને કોઈ મુશીબતો આવીને ઉભી થતા કુત્રિમ તળાવ બનાવવા માટેનું કામ જિલ્લા કલેક્ટરે નગરપાલિકા ઉપર થોપયું હતું જેમાં વર્ષ પૂર્ણ થયું અને દશામાં ગણપતી તેમજ તાજીયા વિસર્જનના દિવસો નજીક આવતા તંત્ર તેમજ પાલિકા સફાળું જાગ્યુ હતું જેમાં પાલિકા અને વહીવટીના નિર્ણય બાદ છાબ તળાવ ખાતે આવેલી સરકારની 65 ઘૂંઠા જેટલી જમીનમાં 100 ફૂટ લંબાઈમાં કુત્રિમ તળાવ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં પણ વિવાદો આવીને ઉભા થયા હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે જેમાં જે 65 ઘૂંઠા જમીનમાં કુત્રિમ તળાવ બનાવવા માટેની કાર્યવાહી કરાઈ રહી છે જેમાં મુસ્લિમ સમાજની દરગાહ આડે આવતા વિવાદનો વંટોળ ઉભો થયો છે જેમાં કુત્રિમ તલાવને લઈને ફરીથી વિવાદ ઉભો થયો હોય તેમજ કુત્રિમ તળાવની વચ્ચે દરગાહને લઈને કોકડું ગુંચવાયું હોય જેમાં જોવું એ રહ્યું કે વહીવટી તંત્ર આમાં શું એક્શન લે છે કે પછી આ કુત્રિમ તળાવની જગ્યા બદલાઈ તેવી પરિસ્તિથીનું નિર્માણ ઉભું થવા પામ્યું છે ત્યારે છાબ તળાવની પાછળ આવેલી સરકારી જમીનમાં હાલતો કુત્રિમ તળાવ બનાવવા માટેની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે