ખેડા જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તાજા જન્મેલા બાળકનો જીવ બચ્યો.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
ખેડા જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તાજા જન્મેલા બાળકનો જીવ બચ્યો ખેડા માતર તાલુકાના લીંબાસી ગામેથી મહિલાને ડિલિવરી પછી બાળક રડતું ન હતું ૧૦૮ ટીમ દ્વારા કૃત્રિમ શ્વાસ આપી જીવન બચાવાયુ છે.ગઇ કાલે રાત્રે ખેડા ૧૦૮ ટીમને લીંબાસીની બાજુમાં માલાવાળા ગામનો પ્રેગન્સીનો કેસ મળતાની સાથે જ ફરજ પરના ઈએમટી પ્રકાશ ચૌહાણ અને પાયલોટ ગજેન્દ્રસિંહ સોલંકી ઘટના સ્થળ પર જવા રવાના થયા હતા. અને ગણતરીની મિનિટમાં સ્થળ પર પહોંચીને દર્દીને તપાસતા ઇએમટી પ્રકાશ ચૌહાણને જાણવા મળેલ કે સીન પર માતા રેખાબેનની ડીલેવરી થઇ ગઇ હતી. અને જન્મેલું બાળક રડતું ન હતું માતા અને બાળકને ૧૦૮માં લઈ ઓક્સીજન સપોર્ટ કુત્રિમ શ્વાસ & સીપીઆર આપેલ અને ૧૦૮ના કોલ સેન્ટર પર બેઠેલા ઈ.આર.સી.પી ડો. ક્રિષ્નાબેનની સલાહ મુજબ સીપીઆર ઓક્સિજન આપી જરૂરી સારવાર આપી અને દર્દીને સલામત રીતે ખેડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા. નવજાત શિશુને ૧૦૮ માં જ જરૂરી સારવાર મળી રહેતા બાળકને નવી જિંદગી મળી છે. આમ ફરી વખત ૧૦૮ ટીમ નવજાત શિશુનો જીવ બચાવવામાં સફળતા મળી છે. આ પ્રસંગે દર્દીના સગા વાલા દ્વારા ૧૦૮ની ટીમનો આભાર માનવામાં આવ્યો છે.


