મણીપુર રાજ્યમાં હિંસામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
રિપોર્ટર શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા
મણીપુર રાજ્યમાં હિંસામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવીફતેપુરા નગરમાં મૌન રેલી કાઢી મીણબત્તી પ્રગટાવી મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આજરોજ આદિવાસી સમાજ સહિત તમામ સમાજના લોકો સાંજના સમયે જુના બસ સ્ટેશન પોલીસ ચોકી નજીક મણીપુર રાજ્યમાં હિંસામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને બે મિનિટનું મૌન પાળી મીણબત્તી પ્રગટવી ફતેપુરા નગરના વિવિધ માર્ગો પર શાંતિપૂર્ણ રીતે મૌન રેલી યોજી મણીપુર રાજ્યમાં હિંસામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી ફતેપુરાના તમામ સમાજના લોકો જોડાયા હતા