ગરબાડાના પાટીયા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા ૧.૮૪ લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો.
વનરાજ ભુરીયા ગરબાડા
ગરબાડાના પાટીયા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા ૧.૮૪ લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો:
સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ.રહેણાક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો:બુટલેગરોમાં ફફડાટ ફેલાયો.ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગરબાડા તાલુકાના પાટિયા ગામેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટાઈમ ૧,૮૪,૦૪૦ ની કિંમતનો વિદેશી દારૂ તેમજ એક મોબાઇલ ફોન સહિત ૧,૮૪,૫૪૦ ના મુદ્દામાલ સાથે એક બુટલેગરને ઝડપી પાડતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.મોટી માત્રામાં દારૂ ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ ગરબાડા તાલુકાના પાટીયા ગામે સિમોડા ફળીયામાં પકડાયેલ બૂટલેગર તથા શનુભાઈ વાલાભાઈ ના રહેણાક મકાન માંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડતા રૂપિયા ૧,૮૪,૦૪૦ ના દારૂ સાથે બૂટલેગર નવાભાઈ મલાભાઈ ભુરીયા ને ઝડપી પાડતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પાટિયા ગામે રહેણાક મકાનમાં દરોડા પાડી ૧,૮૪,૦૪૦નો ઈંગ્લીશ દારૂ ૫૦૦ રૂપિયાના એક મોબાઇલ ફોન સહિત કુલ ૧,૮૪,૫૪૦ નો મુદ્દામાલ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પકડી પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ ની ટીમની ફરિયાદના આધારે બૂટલેગર નવાભાઈ મલાભાઈ ભુરીયા તથા બે વોન્ટેડ આરોપીઓ વિરૂદ્ધ ગરબાડા પોલીસ મથકે ગુંનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ગરબાડા તાલુકામાંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડી ૧.૮૪ લાખના દારૂ સાથે બુટલેગરોને ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થવા પામ્યા છે.