ખેડા જિલ્લામાં “વૃષ્ટી જળ સંચયન” પ્રોજેક્ટનો શુભારંભ.

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લામાં “વૃષ્ટી જળ સંચયન” પ્રોજેક્ટનો શુભારંભ

ખેડા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ દ્વારા ખેડા જિલ્લામાં “વૃષ્ટી જળ સંચયન” પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટનું અમલીકરણ શાળા વ્યવસ્થાપન સમીતી (SMC) દ્વારા કરવામા આવશે તેમજ પ્રોજેક્ટને લગતા ટેકનીકલ માર્ગદર્શન સમગ્ર શિક્ષા સિવિલ બ્રાંચ (SSA) દ્વારા આપવામાં આવશે. ગુજરાતમાં અને ખેડા જિલ્લાના મુખ્યત્વે કપડવંજ, કઠલાલ અને ઠાસરા તાલુકાના અમુક ભાગોમાં ભુગર્ભ જળનુ સ્તર ઉનાળામાં નીચું જવાથી પાણીની વિકટ તંગી ઉભી થાય છે. પાણી અર્થે ભુગર્ભ જળસ્ત્રાવ તરીકે બોરવેલનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે પરંતુ સાથે સાથે ભૂગર્ભ જળસપાટીની જાળવણી માટે જરૂરી પગલાં પણ આ દિશામાં લેવાની જરૂરીયાત છે. કુદરતે બનાવેલા પર્યાવરણ ચક્રમાં કુદરતી સ્ત્રોતનો માનવજીવન દ્વારા મહત્તમ ઉપયોગ થાય તો માનવસર્જિત આ બધા પ્રશ્નોનું નિરાકરણ થાય તેમ છે. આ જ બાબતને સાર્થક કરવા અને કુદરતી સ્ત્રોતનો ભરપૂર ઉપયોગ કરવા વરસાદી પાણી સંગ્રહ કરવું અનિવાર્ય બને છે. હાલમાં વરસાદ પડે ત્યારે વરસાદી પાણીના સંગ્રહના અભાવે અમુલ્ય પાણી નદી અને દરિયામાં વહી જતું હોય છે અને તે વ્યર્થ જાય છે આ અમુલ્ય પાણીને સાચવવાના હેતુથી એક પહેલ શાળા અને આંગણવાડી કેન્દ્રોની કક્ષાએથી કરવા ખેડા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ દ્વારા આ શરૂઆત કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં ૧૫માં નાણાંપંચની ગ્રાંટમાંથી ૧૦૦ જેટલી સરકારી શાળા અને આંગણવાડી કેન્દ્રોને આવરી લઈ “વૃષ્ટી જળ સંચયન” પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવનાર છે જેમાં વરસાદી પાણીને સરકારી શાળા અને આંગણવાડી કેન્દ્રોની બિલ્ડિંગમાંથી એકઠું કરી ભુગર્ભમાં ઉતારવામાં આવશે. વરસાદી પાણીના સંગ્રહની યોજનાને કારણે સરેરાશ વરસાદ અને વરસાદની સરેરાશ અવધિને ધ્યાનમાં લઇ મોટા પ્રમાણમાં વરસાદી પાણી શાળા અને આંગણવાડી કેન્દ્ર ઉપર “રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરી જમીન સ્તરમાં ઉતારી સંગ્રહ કરવામાં આવશે. આ પાણી જમીનમાં ઉત્તરશે જેના કારણે ભૂગર્ભ જળના સ્તરમાં વધારો થશે અને પાણીની ગુણવત્તા સુધરશે. ખારાશવાળા ભાગમાં પાણી મીઠું બનશે તેમજ પીવા માટે શુદ્ધ પાણી મળશે જેથી લોકોની તંદુરસ્તી વધશે. શુદ્ધ પાણી મળવાથી સ્વસ્થ સમાજની રચના થશે. દુષ્કાળ ભૂતકાળ બની જશે અને ખેતીને ભરપૂર પાણી મળશે. પાણીને વ્યર્થ વહી જતું અટકાવશે જેના કારણે પુર નિયંત્રણ થશે. વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોમાં પાણી અંગે જાગૃતિ આવશે અને પાણીના સંરક્ષણનું મહત્વ સમજાશે. આમ આવા ઉમદા હેતુથી શાળા અને આંગણવાડીઓના માધ્યમથી પાણીની બાબતે સમૃદ્ધ બનવા આ પહેલ કરવામાં આવી રહી છે. જે આગામી દિવસોમાં આશીર્વાદ અને વરદાનરૂપ સાબિત થશે. આ યોજનાના સફળ આયોજન માટે નવીન જિલ્લા પંચાયત પટેલ હોલ ખાતે તારીખ, ૨૬ જુલાઈ ના રોજ એક તાલીમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જિલ્લાના અને તાલુકાના સંબંધિત અધિકારીશ્રી તેમજ કર્મચારીગણ અને શાળા વ્યવસ્થાપન સમિતિ(SMC)ના અધ્યક્ષ હાજર રહેનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: