લીમખેડા નગરમાં આવેલ એક સોસાયટીમાં એક ઓફિસ અને એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું.
રમેશ પટેલ સીંગવડ/ સંજય હઠીલા
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં આવેલ એક સોસાયટીમાં એક એક ઓફિસ અને એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી બંન્ને સ્થળોએથી તસ્કરોએ કુલ રૂા. રોકડ રૂપીયા તેમજ ચાંદીના દાગીના મળી કુલ રૂા. ૬,૧૮૬ની ચોરી કરી લઈ નાસી ગયાંનું જાણવા મળે છે.
ગત તા.૨૨મી જુલાઈના રોજ લીમખેડા નગરમાં આવેલ ચિત્રકુટ સોસાયટીમાં પવનકુમાર શાંતીલાલ રાઠોડની બ્રાન્ચની ઓફિસમાં અને રમેશભાઈ સબુરભાઈ તડવીના બંધ મકાનમાં તસ્કરોએ નિશાન બનાવી ઓફિસમાંથી કેસ લોકમાંથી રોકડા રૂપીયા ૧૧૮૬ની રોકડ તેમજ રમેશભાઈના બંધ મકાનમાં મુકી રાખેલ તિજાેરી તોડી અંદરથી ચાંદીના છડા તેમજ રોકડા રૂપીયા વિગેરે મળી બંન્ને સ્થળોએથી તસ્કરોએ કુલ રૂા. ૬,૧૮૬ની મત્તાની ચોરી કરી લઈ નાસી ગયાં હતાં.
આ સંબંધે પવનભાઈ શાંતીલાલ રાઠોડે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
