ઝાલોદ કૉલેજમાં આરોગ્ય જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું..
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ કૉલેજમાં આરોગ્ય જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું..
આજ રોજ તા. ૨૬/૦૭/૨૦૨૩, ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં એન એસ. એસ. વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં આરોગ્ય અંગે જાગૃતિ વધે તે માટે ‘આરોગ્ય જાગૃતિ’ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અનિલભાઈ અને હેતલબેને વિદ્યાર્થીઓને એચ.આઇ.વી અને હિપેટાઇટિસ બી વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ આ રોગના લક્ષણો અને આ રોગમાંથી કેવી રીતે બચી શકાય તે અંગેના ઉપાયો બતાવ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના એન.એસ.એસ. ઓફિસર ડો. બાહદુર સિંહ ગોહિલ, ડૉ. આશિષ મોદી ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં કૉલેજના સ્ટાફ મિત્રો તથા કોલેજના તમામ NSS, NCC અને સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. બી.એમ. ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.