નડીઆદની બહેનોને આર્મી એટચમેન્ટ કેમ્પમાં સ્પેશયલ ટ્રેનીગ માટે પસંદ કરવામાં આવી.
નરેશ ગનવાણી નડિયાદ
નડીઆદની બહેનોને આર્મી એટચમેન્ટ કેમ્પમાં સ્પેશયલ ટ્રેનીગ માટે પસંદ કરવામાં આવી
નડીઆદની મહિલા કોલેજની બહેનોને આર્મી કેમ્પસમાં ખાસ ટ્રેનિંગ મળી નડીઆદ મહિલા કોલેજની બહેનોને આર્મી એટચમેન્ટ કેમ્પમાં સ્પેશયલ ટ્રેનીગ માટે પસંદ કરવામાં આવી છે. ગાંધીનગર અને ઉતરાખંડના પિથોરાગઢ ખાતે યોજાયેલ આ આર્મી કેમ્પમાં કોલેજની સ્ટુડન્ટને રાઈફ્લીંગ, રેપલીંગ અને પર્વતારોહણ જેવી વિશિષ્ટ તાલીમ આપવામાં આવી છે. નડીઆદની સુરજબા મહિલા આર્ટસ કોલેજની સંગીતા ડાભી, હેતલ પરમાર અને તુલસી વાળંદની એનસીસીના આર્મી કેમ્પમાં ખાસ પસંદગી કરવામાં આવી. ફોર્થ ગુજરાત ગ્લર્સ બટાલિયન દ્વારા યોજાયેલ આ આરસીટીસી તથા એટચમેન્ટ કેમ્પમાં બહેનોને આર્મી જીવનના મૂલ્યો, શિસ્ત, એકતા અને અનુશાસનના પાઠ ઉપરાંતવિવિધ નકશાઓ અને દીક્ષાઓનું શિક્ષણ, ડીબીંગ અને જુમરીંગ જેવી ખાસ શિક્ષાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. અંતરિયાળ તળના ગામડામાંથી આવતી અને સમાજના સામાન્ય વર્ગની દીકરીઓને રાષ્ટ્રીય કક્ષાએ મળેલ આ ટ્રેનિંગથી કોલેજ અને ચરોતરનું ગૌરવ વધ્યું છે.



