દાહોદ શહેર ના ગોદી રોડ હાતિમ એપાર્ટમેન્ટમાં થયેલ ચોરી કરનાર એક ને ઝડપી પાડતી બી.ડીવી. પોલીસ.

નીલ ડોડીયાર દાહોદ

દાહોદ તા.૨૬

દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમા આવેલા હાતિમ એપાર્ટમેન્ટમાં ત્રણ દિવસ પહેલા એક બંધ મકાનમાં ધોળા દિવસે અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું.રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1,94,700ની મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. આ બનાવમાં પોલીસે તપાસનો આરંભ કરતા આ ચોરીની ઘટનામાં સંડોવાયેલ એક બાળ કિશોરને દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસે તેના આશ્રય સ્થાનેથી ઝડપી પાડ્યો છે તેની પાસેથી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1,94,700 ની મત્તા કબજે કરવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં બનતા ચોરી, ઘરફોડ, લુંટના ગુન્હાઓ બનતા અટકાવવા તથા અનડીટેકટ ગુન્હાઓને ડીટેકટ કરી ચોર મુદ્દામાલ શોધી કાઢવા દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા દાહોદ જિલ્લાની તમામ પોલીસને જરૂરી સુચનાઓ આપવામા આવી છે. દાહોદ ડિવિઝન પોલીસ પણ આ કામગીરીમાં જોતરાઈ હતી. થોડા દિવસો પહેલા દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તાર ખાતે આવેલ હતી એપાર્ટમેન્ટમાં એક વોહરા સમાજના પરિવારના સદસ્યો હાલ જ્યારે મોહરમ ચાલતો હોય તેવા સમયે બપોરના સમયે પોતાના ધાર્મિક સ્થાન ખાતે કથામાં ગયા હતા તેવામાં તેઓના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 1,94,700 ની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ​​​​​​​ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ જવા પામી હતી ત્યારે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસને આ ચોરીમાં એક બાળ કિશોર હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાળ કિશોર આરોપીના આશ્રય સ્થાનેથી આરોપી બાળ કિશોરને ઝડપી પાડ્યો હતો અને તેના રહેણાંક મકાનમાં પોલીસે તપાસ કરતા ચોરીના સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી પોલીસે કુલ રૂપિયા 1,94,700નો મુદ્દા માલ કબજે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: