દાહોદની વ્રજધામ સોસાયટીમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાતા તેનો નિકાલ કરવા પાલિકાના મુખ્ય અધિકારીને લેખિતમાં રહીશો દ્રારા માંગ કરાઈ
રિપોર્ટર નીલ ડોડીયાર દાહોદ
દાહોદની વ્રજધામ સોસાયટીમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાતા તેનો નિકાલ કરવા પાલિકાના મુખ્ય અધિકારીને લેખિતમાં રહીશો દ્રારા માંગ કરાઈદાહોદની વ્રજધામ સોસાયટીમાં અકસ્માતોના બનતા બનાવો રોકવા સ્પીડ બ્રેકર બનાવવા લેખિતમાં પાલિકાના મુખ્ય અધિકારીને સોસાયટીના રહીશોએ રજુઆત કરવા છતાંય તેમની માંગને અનદેખી કરાઈ હોવાના આક્ષેપ સોસાયટીના રહીશોએ લેખિતમાં લગાવ્યા છે જેમાં વ્રજધામ સોસાયટી ખાતે રહેતા રહીશોએ પાલિકાના મુખ્ય અધિકારીને ગત તારીખ 23/7/2023 ના રોજ માંગ કરી હતી જેમાં જણાવાયું હતુંકે વ્રજધામ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ રહે છે તે લોકોના ઘરોમાં ભરાય છે તેનો નિકાલ કરવામાં આવે તેવી રજુઆતને લઈને પાલિકામાંથી બીજા દિવસે જેસીબી બુલડોઝર આવી અને જે માંગ હતી તેને ન કરી અને સોસાયટીમાં લગાવેલા સ્પીડ બ્રેકરો તોડીને ચાલ્યા ગયા હતા અને તે સોસાયટીમાં રમતા નાના બાળકોને સ્પીડમાં આવતા વાહન ચાલકો અકસ્માત કરતા હોવાના આગળ બનાવો પણ બની ગયા છે ત્યારે વ્રજધામ સોસાયટીના રહીશોએ માંગ કરી હતીકે વરસાદી પાણીનો ભરાવો સોસાયટીમાંથી દૂર કરવામાં આવે જે વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાઈ જાય છે અને મચ્છર પેદા થાય છે તેથી રોગચાળો ફાટી નીકળવાનો ભય રહેલો છે તેમજ તેમની સોસાયટીમાં બાળકોની સેફટી માટે લાગેલા સ્પીડ બ્રેકરો બનાવવામાં આવે જેથી આ સોસાયટીમાં પૂરઝડપે ભગાવતા વાહન ચાલકો ઉપર કંટ્રોલ આવી શકે અને સોસાયટીમાં રમતા બાળકોને સેફટી મળે તેવી માંગ ફરીથી લેખિતમાં વ્રજધામ સોસાયટીના રહીશો દ્રારા પાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ તારીખ 24 મી જુલાઈના રોજ કરવામાં આવી છે