નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં એનસીસી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં એનસીસી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી. બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદમાં લગભગ ૫૦ વર્ષોથી એન.સી.સી. યુનિટ ચાલે છે કેટલાય વિદ્યાર્થીઓ એનસીસી ‘સી’ સર્ટિફિકેટ પાસ કરીને સરકારી નોકરીઓનો તથા આર્મીમાં જોડાવવાનો લાભ લઈ શક્યા છે. તારીખ ૨૫ જુલાઇ ૨૦૨૩ના રોજ સી.બી પટેલ આર્ટસ કોલેજમાં આ વર્ષે સેમ -૧ માં પ્રવેશ મેળવેલ નવા વિદ્યાર્થીઓની એન.સી.સી. ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી.આચાર્ય ડો. મહેન્દ્રકુમાર દવે સરના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત ૨૮ બટાલિયનમાંથી આવેલ પી.આઇ. સ્ટાફ , મેજર એલ.ડી. ચાવડા તેમજ લેફ્ટનન્ટ ડો. અર્પિતા જે ચાવડાના દેખરેખ હેઠળ ૧૦૨ ભાઈઓ તથા 52 બહેનોની ઉપસ્થિતિમાં આ એનરોલમેન્ટ કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓની રનીંગ તેમજ મેડિકલ ચેકઅપ કરીને ભરતી પ્રક્રિયામાં પસંદગી કરવામાં આવી. સેમ -૧ ના કુલ વિદ્યાર્થીઓમાંથી ૫૦ ભાઈઓ તેમજ ૩૧ બહેનોની એન.સી.સી માં ભરતી કરવામાં આવી. આમ સેમ -1માં પ્રવેશ મેળવેલા ખંતીલા તેમજ ઉત્સાહથી ભરપૂર વિદ્યાર્થીઓની એન.સી.સી. ભરતી પ્રક્રિયા સફળ રીતે પૂર્ણ થઈ.



