અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર  અકસ્માત સર્જાતા ૪ લોકો ધાયલ થયા.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર  અકસ્માત સર્જાતા ૪ લોકો ધાયલ થયા વડોદરાથી અમદાવાદ તરફ જતી કેશ વાનના ચાલકે રોંગ સાઈડમાં  વાહનને ઓવરટેક કરતાં વાનના ચાલકે કાબૂ ગુમાવી હાઈવેની સેફ્ટી એંગલ તોડી નીચે ૧૦થી ૧૨ ફુટ ઉંડી કેનાલ પાસે પડી હતી. આ બનાવમાં ૪ લોકો ઘાયલ થયા હતા. નડિયાદ નજીકથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં SIS નામની કંપનીની કેશ વેનના ચાલકે  સાઈડમાં કોઈ વાહનને ઓવરટેક કરવા જતાં  વેન  હાઈવેની સેફ્ટી એગલ તોડી અંદાજિત ૧૦થી ૧૨ ફુટ ઉંડી કેનાલની સાઈડમાં ઉતરી ગઈ હતી. આ કેશ વાન વડોદરાથી અમદાવાદ તરફ કેશને લઈને જઈ રહી હતી. તે દરમિયાન ઘટના બની હતી કેશ વાનમાં પાંચ વ્યકિતઓ સવાર હતા. જેમાં બે ગનમેન , કેશ વાનન ડ્રાઇવર સહિત એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. એક્સ્પ્રેસ હાઇવે પેટ્રોલિંગ ટીમ દ્વારા એક્સ્પ્રેસ વે પર તુરંત હાઇવે પર બેરિકેટિંગ કરી થોડા સમય માટે સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો હતો.ઉપરોક્ત બનાવમાં મોટીમાત્રામાં કેસ હોવાથી ઘટનાની જાણ કંપનીને થતાં તાત્કાલિક કંપનીના સંચાલકો દોડી આવી અન્ય વાહનોમા  કેસને સુરક્ષિત લઈ જવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અને ગંભીર રીતે ઘાયલ ૪ લોકોને વડોદરા ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: