દીપડો ઘરમાં ઘુસતા ગ્રામજનોમાં અફડાતફડી નો માહોલ.

વનરાજ ભુરીયા

ધાનપુર તાલુકાના કણજેર ગામે દીપડો ઘરમાં ઘૂસ્યો ગ્રામ જનો મા અફરાતફરી સર્જાઈ દોઢ થી બે કલાક પછી દીપડો ઘર માંથી મૃત હાલતમાં મળી આવતા ચકચાર*કણજેર ગામ મા દીપડો ઘરમાં ઘૂસ્યો* દીપડો ઘરમાં ઘુસતા ગ્રામજનોમાં અફડાતફડી નો માહોલ.* ઘરમાં કોઈ ન હોવાના કારણે જાન હની ટળી હોય તેમ* દીપડો ઘરમાં ઘૂસિયાના દોઢ બે કલાકમાં મૃત હાલતમાં મળી આવતા ચકચાર.* વન વિભાગે દીપડા નો કબજો મેળવી કાર્યવાહી હાથ ધરીધાનપુર તાલુકાના કણજેર ગામે વન્યપ્રાણી દીપડો એક રહેણાંક મકાનમાં ઘૂસી જતા અફડા તફડી નો માહોલ સર્જાયો હતો વન વિભાગને જાણ કરતા વન વિભાગ કર્મીઓ ઘટના સ્થળે ઘરમાં તપાસ હાથ ધરતા દીપડો મૃત હાલતમાં મળી આવ્યો દીપડો મૃત હાલતમાં મળી આવતા અનેક શંકા કુશંકા વન વિભાગ દ્વારા દિપડા નો કબજો લઈ પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરીદાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કણજેર ગામે રહેતા તડવી સુમલાભાઈ નરસિંહભાઈ ના ઘરે સવાર ના ૧૧ વાગ્યાના અરસામાં વન્યપ્રાણી દીપડો ઘરમાં ઘૂસી જતા અફડા તફડી મચી જવા પામી હતી ઘરમાં દીપડો ઘૂસી જતા આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા આ બનાવવાની જાણ સ્થાનિક વન વિભાગને કરવામાં આવતા વનક્રમીઓ ઘટના સ્થળે દોડી આવી સુમલાભાઈ તડવીના મકાન ને સૌપ્રથમ કોર્ડન કરી ગ્રામજનોને દૂર ખસેડી તપાસ હાથ ધરતા ઘરમાંથી કોઈ દીપડા નો અવાજ ના આવતા ટોર્ચ દ્વારા ઘરમાં દીપડાને જોતા દીપડો એક જગ્યાએ પડેલો જોવાતા વનકરમીઓએ તેને અવાજ કરી ઉઠાડવાનો પ્રયાસ કરતા દીપડો એક જ જગ્યાએ પડી રહ્યો હતો જેને લઇ બંધ કર્મીઓએ ઘરમાં પ્રવેશી જોતા દીપડો મૃત હાલતમાં પડ્યો હોય તેમ જણાય આવતા સ્થાનિક વન કર્મીઓ એ આ બનાવ ની જાણ ઉચ્ચ અધિકારીઓને કરતા નાયબ વંશ રક્ષક સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને દીપડાને જોતા તેના માથાના ભાગે કોઈ જૂની ઈજા નો ઘાવ જેમા જીવાત પડેલા જોવા મળ્યા હતા ત્યારે વન વિભાગ દ્વારા આ મૃત વન્યપ્રાણી દીપડાને ઘર માંથી બહાર કાઢી તેને પી એમ અર્થે ખલતા ગરબડી ગામે લઈ જવાયો હતો આ જીવિત વન્યપ્રાણી દીપડો ઘરમાં ઘૂસ્યો હતો અને એક થી દોઢ કલાકમાં જ તે મૃત હાલતમાં મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છેત્યારે સદનસીબે આ ઘરમાં કોઈ ન હોવાના કારણે કોઈ જાનહાની થવા પામી ના હતી હાલ અગાઉ જેટલા પણ વન્ય પ્રાણી નું મોત નીપજતા તેને ધાનપુર ખાતે લઈ જાય પીએમ કરાવી તેની અંતિમ ક્રિયા હાથ ધરવામાં આવે છે ત્યારે આ વખતે આ દીપડાને ખલતા ગરબડી ગામે તપાસ અર્થે લઈ જઈ તેની અંતીમ વિધિ હાથ ધરવાના હોઈ જેને લઈ વન વિભાગ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે શું આ વન્ય પ્રાણી દીપડો કોઈ બીમારીના કારણે કે પછી અન્ય કોઈ કારણે મોત નીપજ્યું તે પીએમ રિપોર્ટ પછી જ સાચી હકીકત બહાર આવે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!