ભાડાના મકાનમાં રહેતા ૩૫ વર્ષીય યુવકેગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી.
દાહોદ તા.૨૭
દાહોદ જિલ્લાના લીમખેડામાં ગઈકાલે બપોરે કોઈ અગમ્ય કારણોસર ભાડાના મકાનમાં રહેતા ૩૫ વર્ષીય યુવકે પંખા સાથે ચાદર વડે ગળાફાંસો ખાઈ લીધું.
લીમખેડા માં તાલુકા શાળા ના પાછળના વિસ્તારમાં અવિનાશભાઈ પદમસિંહ વર્મા તેની પત્ની કલાબેન અને બે બાળકો સાથે છેલ્લા ત્રણેક વર્ષથી ભાડાના મકાનમાં રહે છે અને છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાત ચલાવે છે ગઈકાલે સવારમાં તેની પત્ની કલાબેન અને પુત્ર પૂર્વ કુમાર રાધે સિલેક્શનમાં મજૂરી કામ માટે ગયા હતા અને પુત્રી શાળાએ જતી રહેતા આ અવિનાશભાઈ ઘરે એકલા હતા તે દરમિયાન મનમાં કંઈક લાગી આવવાના કારણે અવિનાશભાઈ પદમસિંહ વર્મા (ઉં. વ ૩૫) ના એ કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે પંખા સાથે ચાદર વડે ગળા ખાસો ખાઈને આપઘાત કરી લીધો હતોઆ બનાવ સંદર્ભે મૃતક અવિનાશભાઈ ની પત્ની નામે કલાબેન વર્મા એ લીમખેડા પોલીસ મથક કે ફરિયાદ આપતા લીમખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.