ગરબાડા તાલુકાના બાવકા ગામને જોડતો કોજવે પાણીમાં ગરકાવ થઈ જતા અહીંથી પસાર થતા ગ્રામજનો, રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લામાં ગતરોજ રાત્રે થી ભારે વરસાદના પગલે ગરબાડા તાલુકાના બાવકા ગામને જોડતો કોજવે પાણીમાં ગરકાવ થઈ જતા અહીંથી પસાર થતા ગ્રામજનો, રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.કચરોજ મધ્યરાત્રી થી દાહોદ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા સર્વત્ર પાણી જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી તેમજ બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા જિલ્લાવાસીઓને ગરમીથી રાહત મળી હતી. દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો એવો વરસાદ પડ્યો હતો ત્યારે ગરબાડા તાલુકાના બાવકા ગામે આવેલ બાવકાના જોડાઘેડના કોચવે પાણીમાં ઘરકાવ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો તેમજ રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જાણવા મળ્યા અનુસાર અગાઉ પણ કેટલાક દિવસો પહેલા વરસાદ પડ્યો હતો જેમાં પણ આ કોઝવેમાં પાણી ભરાઈ જવાના પગલે પણ લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો અગાઉ સ્થાનિક તંત્રને અનેકવાર આ મામલે ગ્રામજનો દ્વારા જાણ કરવા છતાંય સ્થાનિક તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવી હોવાના આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.