ખુલી જગ્યા મા જુગાર રમતા પાંચ ને ઝડપી પાડતી દાહોદ તાલુકા પોલીસ.
દાહોદ તા.૨૮
દાહોદ તાલુકા પોલીસે મંડાવાવ ગામે પટેલ ફળિયાની ખુલ્લી જગ્યામાં રાતે લાઈટના અજવાળે પત્તા પાના વડે રમાતા હારજીત ર્ના જુગાર પર ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા પાંચ જણાને ઝડપી પાડ્યા હતા જ્યારે સાત જેટલા ઈસમો નાસી ગયા હતા પોલીસે દાવ પરથી તથા અંગ ઝડપી ના મળી કુલ રૂપિયા 11200 ની રોકડ તથા ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 31,200 નો મુદ્દા માલ પકડી પાડી લીધાનું જાણવા મળેલ છે.
મંડાવાવ પટેલ ફળિયામાં રહેતા કલ્યાણસિંહ કાળુભાઈ માવી, કિરીટભાઈ ધનાભાઈ માવી, સુરેશભાઈ રાજુભાઈ માવી, શ્રવણભાઈ ગંજીભાઇ માવી, વિષ્ણુભાઈ ભીલાભાઇ ડામોર, આનંદભાઈ મોહનભાઈ માવી, બીલીયાભાઈ કાજુભાઈ માવી, અરવિંદભાઈ હાવસિંગભાઈ માવી, અશોકભાઈ દુલાભાઈ માવી, સંજય કમાભાઈ માવી, આશિષ જેન્યાભાઈ ભાભોર તથા રાહુલ બાબુભાઈ માવી વિગેરે ગત રાતે લાઈટના અજવાળે પોતાના ગામમાં પટેલ ફળિયામાં ખુલ્લી જગ્યામાં આપવાના પત્તા વડે હરજીત નો જુગાર રમતા હતા તે વખતે તાલુકા પોલીસે છાપો મારી કલ્યાણસિંગ કાજુભાઈ માવી, કિરણ ધનાભાઈ માવી, સુરેશ રાજુભાઈ માવી, શ્રવણ ધનજીભાઈ માવી તથા વિષ્ણુ ભીલાભાઈ માવીને ઝડપી પાડ્યા હતા જ્યારે બાકીના સાત જણા નાસી જવામાં સફળ રહ્યા હતા.પોલીસે દાવ પરથી તથા પકડાયેલ જુગારીઓની અંગ ધરતીમાંથી મળી રૂપિયા 11200 ની રોકડ તથા 20,000 ની કિંમતના ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 31,200 નો મુદ્દા માલ પકડી પાડી કબજે લઈ જુગારનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.