વિદ્યાર્થીઓ જાન ના જોખમે રસ્તો ઓળંગ્યો.
સિંધુ ઉદય
દાહોદ તાલુકાના બાવકા ગામના ઝોહાધેડ ફળીયાથી બાવકા ગામતળ પ્રાથમીક શાળા, તેમજ માધ્યમિક શાળા તરફ જતા મુખ્ય રોડ પર વધુ પડતા વરસાદ માં પાણી રોડ ઉપર ચડી જતા વિદ્યાર્થીઓ જાન ના જોખમે રસ્તો ઓળંગ્યો બાવકા ગામના ઝોહાધેડ ફળીયા થી બાવકા ગામતળમાં પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા એમ બે શાળાઓ આવેલી છે એમાં બાવકા ઝોહાધેડ ફળીયા, લીમનીબારી ફળીયા, પાંડેર ફળીયા થી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બાવકા ગામતળ પ્રાથમીક શાળા તેમજ માધ્યમિક શાળા માં અભ્યાસ કરે છે પરંતુ શાળાએ જવા આવવા માટે આ એકજ રસ્તો હોય વર્ષોથી અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન લેવામાં આવતું નથી જેથી વિદ્યાર્થી ઓ તેમજ ગ્રામજનો જાનના જોખમે મુખ્ય રોડ કે જેના પર વધુ પડતી અવર જવર થતી હોય છે જે રસ્તા ઉપરથી પસાર થઇ શાળાના બાળકો શાળાએ જતા હોય છે તેમજ ગ્રામજનો પણ વહેલા મોડા ખેતર આવ-જા કરતા હોય છે તો આ રસ્તો તૂટી ગયેલ છે તેમજ નાળા પર કરેલ સી સી રોડ પણ તૂટી ગયેલ વિગેરે અવાર નવાર શાળાએ જતા બાળકો તેમજ ખેતીકામ અર્થે જતા ગ્રામજનોને અડચણરૂપ થતુ હોય છે અને શાળાએ જતુ કોઇ બાળક સ્લીપ ખાઇ ત્યા પડી જવાથી કે આવા વહેતા પાણીમાં કોઈ તણાઈ જવાની શક્યતા હોય ચોમાસાના આ સમયમાં પાણી રોડ પર ચઢી જવાના કારણે અકસ્માત થાય તેમ હોય તેમજ ફળીયામાંથી લોકો સાયકલ પર કે કોઇ મોટર સાયકલ પર તેમજ ગામમાં પાલતુ પ્રાણીઓની પણ એ રોડ પર અવર જવર થતી હોય છે અને ચોમાસાના સમય દરમ્યાન ખુબજ મુશ્કેલી પડતી હોય અવાર-નવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામ કરવામાં આવેલ નથી તમામ ને આ મુખ્ય રોડ હોય અવર-જવર માટે ખુબજ થખલીફ પડતી હોય છૅ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રસ્નો ધ્યાને લેવામાં આવતા નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં ગલ્લા તલ્લા કરતા હોય છૅ આ સમસ્યા ના નિવારણ માટે હવે વહીવટી તંત્ર શુ પગલાં લેશે તે જોવું રહ્યું.